એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકો જે સરહદ સાથે જોડાયેલા મઢુત્રા ગામની સીમમાંથી વનસ્પતિજન્ય ગાંજાના છોડના રૂ. ૬૨૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને પાટણ એસઓજી ટીમે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા એ.ટી.એસ.ગુજરાતનાઓ દ્રારા નાર્કોટીકસની બદી નાબુદ કરવા અંગે થયેલ હુકમો અન્વયે ગુજરાત રાજયને નશા મુકત કરવા અભિયાન હાથ ધરેલ હોઇ
જે અનુસંધાને પાટણ એસઓજી પીઆઈ જે.જી.સોલંકી નાઓએ જીલ્લામાં નાર્કોટીકસ અંગેના કેશો શોધી કાઢવા સારૂ ટીમ સાથે સતત પ્રયત્નશીલ બન્યાં હતાં.ત્યારે એસ.ઓ.જી.ની ટીમ આંતર રાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલ સાંતલપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી જે દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી સાંતલપુર પો.સ્ટે વિસ્તારના મઢુત્રા ગામે રહેતા ભાવદાસજી દેવરાજજી રામજીજી ઠાકોર પોતાના વાવેતરવાળા કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા. અને બીનઅધિકૃત વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે.
જેની તપાસ કરતાં આરોપી ભાવદાસજી દેવરાજજી રામજીજી ઠાકોર ઉ.વ.-પ૮ રહે. ઠાકોરવાસ ધરધરા તા.વાવ જી.બનાસકાંઠા હાલ રહે. સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામની સીમમાં કેનાલ પાસે તા.સાંતલપુર જિ.પાટણ વાળો મળી આવેલ જેણે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં છુટાછવાયા કુલ નંગ-પર વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનુ વાવેતર કરેલ જેનુ વજન ૬,૨૬૦ કિ.ગ્રા જેની કિંમત રૂ.૬૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી એન.ડી.પી.એસ.એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપી તથા મુદ્દામાલ સાંતલપુર પો.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.