શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિ
અદ્યતન શાળા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધામાં વધારો થશે
૨૪૧ ઓરડાઓનું થશે નિર્માણ: ૫૫૦૦ બાળકોને લાભ મળશે
સુરત :રવિવાર: સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત રૂા. ૪૨.૦૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં વધારો થશે. ઝોન વિસ્તારોમાં સ્થાનિક બાળકોને ઘરઆંગણે શિક્ષણની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. ૯ શાળાભવનોમાં ૨૪૧ ઓરડાઓનું નિર્માણ થશે, જેનો ૫૫૦૦ બાળકોને લાભ મળશે. આગામી દોઢ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવામાં આવશે.
નગર પ્રાથમિક શાળા નં.૧૧/૧૨, કાપડીયા હેલ્થ ક્લબની પાછળ, અંબાનગર ખાતે આયોજિત સમારોહમાં ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, ડે. મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, મનપાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના વિવિધ ઝોન વિસ્તારમાં સાકારિત થનાર નગર પ્રાથમિક શાળાઓ
}} ઉધના-એ ઝોનમાં શાળા ક્રમાંક: ૨૦૪-૨૦૫, બી. આર. સી. સામે વિકાસ કોલોની, ઉધના,
}} ઉધના-બી ઝોનમાં શાળા ક્રમાંક:૩૬૯-૩૭૦, ઉધના ઝોન-બી ઓફિસની સામે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, કનકપુર, સચીન
}} લિંબાયત ઝોનમાં શાળા ક્રમાંક: ૩૬૪, કોળીવાડ ફળિયું, મુ.પો.કુંભારિયા, શાળા ક્રમાંક: ૨૬૯-૧૬૯, મ્યુ. ટેનામેન્ટ પાસે, ડુંભાલ,
}} અઠવા ઝોનમાં શાળા ક્રમાંક:૪, પીપલોદ ગામતળ, શાળા ક્રમાંક: ૧૧-૧૨, કાપડિયા હેલ્થ ક્લબની પાછળ, અંબાનગર, ભટાર
}} રાંદેર ઝોનમાં શાળા ક્રમાંક: ૧૬૭-૬૮, ભિક્ષુક ગૃહની સામે, વોર્ડ ઓફિસની બાજુમાં, રામનગર, રાંદેર રોડ
શાળા ક્રમાંક:૩૯૨, નિશાળ મહોલ્લો, મુ.પો. ભાઠા, સુરત.
શાળા ક્રમાંક: ૩૯૩ સડક મહોલ્લો, મુ.પો.ઈચ્છાપોર, સુરત.