શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે, અંબાજી ખાતે આવેલું અંબાજી મંદિર ભક્તો માટે આસ્થા નું સ્થાનક છે ત્યારે અંબાજી ખાતે અન્ય ભગવાન ના પણ મંદિરો આવેલા છે, આજે ખોડીયાર જયંતી હોઈ અંબાજી મંદિર ના 7 નંબર ગેટ પાસે પણ પ્રાચીન ખોડીયાર માતાજી નું મંદિર આવેલુ છે આ મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક નું મંદિર છે, આજે અંબાજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ખોડિયાર યુવક મિત્ર મંડળ દ્વારા ખોડીયાર જયંતીએ 56 ભોગ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મંદિર મા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 12 વર્ષ થી ખોડીયાર યુવક મિત્ર મંડળ દ્વારા અંબાજી મંદિર નજીક આવેલા ખોડીયાર માતાજી ના મંદિર મા અન્નકૂટ, નવચંડી યજ્ઞ, ભોજન પ્રસાદી અને રાત્રી ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના કહેર ને લઈને ખોડીયાર માતાજી ના મંદિર મા શોભાયાત્રા , ભોજન પ્રસાદી અને રાત્રી ભજન સંધ્યા નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ અને ખોડીયાર યુવક મિત્ર મંડળ દ્વારા આ મંદિર ખાતે 56 ભોગનો અન્નકૂટ અને નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતુ જેમા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા, ભક્તો માટે 251 કિલો પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ મા ખોડીયાર યુવક મિત્ર મંડળ ના પ્રમુખ અંબાલાલ શિવરામ ભાઈ જોષી અને અન્ય સભ્યો જોડાયા હતા
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી