Breaking NewsLatest

લોકશાહીની જન્મદાતા ભારતભૂમિ જ હોઈ શકે. બાળકીને જન્મ આપ્યા બાદ પ્રસૂતાએ મતદાન કરવા જવાનું પસંદ કર્યું

ભાવનગર: ભાવનગરના કુંભારવાડા મતદાન મથકે જ્યારે ભર બપોરે એમ્બ્યુલન્સ આવી પહોંચી ત્યારે ત્યાં ઊભેલા સૌ મતદાતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે ત્યાંથી તો કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ન હતી. બધા ત્યારે દંગ રહી ગયા જ્યારે 108 ની ખિલખિલાટ એમ્બ્યુલન્સમાંથી 25 વર્ષીય મહિલા વૈશાલીબહેન મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઈને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉતર્યા. વૈશાલી બહેને નગરપાલિકાની સર.ટી હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તુરંત જ મતદાન મથકે મત આપવા જવાનું પસંદ કર્યું હતું. આ વાત જાણી મતદાન મથકે ઉપસ્થિત સૌ મતદાતાઓએ પ્રસૂતાના આ જુસ્સાને બિરદાવ્યો હતો.ખરેખર લોકશાહીની જન્મદાતા ભારતભૂમિ જ હોઈ શકે.

વૈશાલીબહેને મતદાન કર્યા બાદ સૌને અપીલ કરતાં જણાવ્યું હતું કે મજબૂત લોકશાહી માટે દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ.પ્રસૂતિ બાદ સીધાં જ મતદાન કરવા જવાની મારી ઈચ્છાને સર.ટી. હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ પરિવારજનોએ સહર્ષ સ્વીકારી અને મને મતદાન કરવાની પરવાનગી આપી એ બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વૈશાલિબહેન જ્યારે મતદાન મથકમાં મતદાન કરવા ગયા ત્યારે તેમને તથા નવજાત બાળકીને 108 ની ખિલખિલાટના તાલીમબદ્ધ સ્ટાફે ખૂબ કુનેહથી સાચવ્યા હતા અને બંન્નેની પૂરતી કાળજી લીધી હતી.તેમજ હોસ્પિટલથી મતદાન મથક સુધીની 108 ની ત્વરિત કામગીરીને લીધે આજે આ મતદાન શકય બન્યું હતું. અને વહિવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથકો પર કરવામાં આવેલ કોવિડ-19 અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન પણ આ તકે નિર્ણાયક સાબિત થયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *