રાજકોટ: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી કોરોના ની સારવાર માટે એક સપ્તાહ થી અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલ માં દાખલ હતા જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્ય મંત્રીશ્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા
તેમણે રાજ્ય ચૂંટણી આયોગ ની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકા ના પાલન સાથે આજે સાંજે મતદાન ના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું