ઉષા યુ આર સંસ્થાની પ્રમુખ પ્રિયાંશી રમેશભાઇ વાણા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ ચાલુ માસની ઠંડીમાં તેમણે પાંચ હજારથી પણ વધુ ગરમધાબળા (બ્લેકકેટ)નું વિતરણ કર્યું હતું,જેની શરૂઆત ગુજરાતના નાના નાના પછાત ગામડાઓ થી કરી હતી, અને તેમની ટીમે ગુજરાતના અનેક શહેરો ના અનેક ગરીબ વિસ્તારોમાં જઈને ઠંડીથી બચવા ગરમધાબળા નું વિતરણ કર્યું હતું ,આ સંસ્થા આપણા ભારત દેશના અનેક રાજ્યોના શહેરોમાં કાર્યરત છે,તેમને અનેક શહેરોમાં પોતાની ઓફિસ અને ટીમ ઉભી કરેલ છે જે સમાજને હિતના લગતાં કાર્યો કરે છે..આ સંસ્થા ગરીબ બાળકોના ભણતર, સારા ભવિષ્ય અને મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો કરી રહી છે ટૂંક જ સમયમાં આ સંસ્થા પોતાના અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ ચાલુ કરવાની છે..
મહિલાઓ દ્વારા ચાલતી આ સંસ્થા મહિલાઓ માટે કાર્યરત છે..