પાટણ. એઆર. એબીએનએસ : આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ 2024 અંતર્ગત યોજાયો.જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આઇસીડીએસ વિભાગ દ્વારા ઝોન કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં 2024 અંતર્ગત આંગણવાડી કેન્દ્ર જારુંસા 1 માં પ્રજાપતિ ભીખિબેન પ્રથમ નંબર મેળવ્યો છે.
જેમાં વિગત વાર જોઈએ તો સાંતલપુર ના જારુષા ગામની આંગણવાડી કાર્યકર એ ટી.એચ.આર માંથી ખજૂર બીજ ના લાડુ બનાવ્યા હતા.જે કાર્યક્રમ ગાંધીનગર ખાતે ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ 2024 યોજાયો હતો. ટી.એચ.આર. મીલેટ્સ વાનગી ખજૂર બીટ ના સ્વાદિષ્ટ લાડુ બનાવી સાંતલપુર તાલુકામાં અનોખું સ્થાન મેળવ્યું છે.
પાટણ જિલ્લાના સાતલપુર ઘટકના આંગણવાડી કાર્યકરે પ્રથમ નંબર મેળવ્યો છે. ગત તા 17- 5 -2024 ગાંધીનગર ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ 2024 ઝોન કક્ષા નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાતલપુર તાલુકાના આંગણવાડી કેન્દ્ર જારૂષા- 1ના પ્રજાપતિ ભીખીબેન ટી એચ આર તેમજ ખજૂર બીટ નો ઉપયોગ કરી લાડુ બનાવેલ જેમાં ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવતા સીડીપીઓ અમિષાબેન સહીત પીએચસી કેન્દ્રનાં ઇન્સ્ટ્રકટર અને કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત બહેનો અને આંગણવાડી સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.