Crime

રાષ્ટ્રીય સુરક્ષાને લાગતી ગુપ્ત માહિતી પાકિસ્તાન એજન્ટને મોકલનાર શખ્સની ધરપકડ કરતી ગુજરાત એટીએસ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એ.ટી.એસ.ના પીએસઆઇ આર.આર.ગરચરને તા.૨૯/૦૪/૨૦૧૫ ના રોજ ગુપ્ત બાતમી મળેલ કે, સહદેવસિંહ દિપુભા ગોહિલ ઉં, વર્ષ: ૨૮, રહે. નારાયણ સરોવર, તા.લખપત, જી.કચ્છ, હાલ પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે

અને તેઓ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળ ની માહીતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટસએપ ઉપર મોકલે છે.

આ બાતમી હકીકત બાબતે એ.ટી.એસ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા, તેઓ દ્વારા કેન્દ્રીય એજન્સી મારફતે આ બાતમી અંગે ખાતરી કરાવવામાં આવેલ. જે બાદ પોલીસ અધિક્ષક સીધ્ધાર્થ કોરૂકોંડા, નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર પી.બી દેસાઈ, પીએસઆઇ (વાયરલેસ) ડી. વી. રાઠોડ, પીએસઆઇ આર. આર. ગરચરનાઓની ટીમ બનાવી બાતમી બાબતે ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઉપરોક્ત ઈસમને તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ પૂછપરછ અર્થે એ.ટી.એસ. ગુજરાત, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ.

જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે છેલ્લા એકાદ વર્ષથી પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે. તે ૨૦૨૩ જુન કે જુલાઇથી અદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં છે.

આ પાકિસ્તાની મહીલા એજન્ટ સાથે મિત્રતા થતા મહીલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ બી.એસ.એફ., ભારતીય નૌકાદળની ઓફિસોના અને ત્યા થતા નવા બાંધકામના ફોટો અને વિડિયો માંગતા પકડાયેલા આરોપી સહદેવસિંહએ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતીના ફોટા અને વિડીયો વોટ્સએપ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના આએજન્ટને મોકલી આપેલ છે.

તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના ઓને આર્થિક ફાયદો કરાવેલ છે.તેમજ જાન્યુઆરી-૨૦૧૫માં સહદેવસિંહે પોતાના અધારકાર્ડથી પોતાના નામનુ જીઓ કંપનીનું સીમકાર્ડ લઈ ફેબ્રુઆરી ૨૦૨૫માં આ પાકિસ્તાનના એજન્ટને વોટ્સએપ ઑટીપી આપી વોટ્સએપ ચાલુ કરી આપેલ અને તે વોટ્સએપ નંબર પર પણ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટો અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જુના ફોટો અને વિડિયો મોક્લી આપેલ છે.

ત્યારબાદ પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના મોબાઇલ ફોનને FSL ખાતે ફોરેન્સીક એનાલીસીસ સારૂ મોકલી આપવામા આવેલ. FSL ખાતેથી સદર આરોપીના મોબાઈલ ફોનના ડેટા મેળવી તે ડેટાનો ટેકનીકલ એનાલીસ વર્કઆઉટ કરી તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મેળવેલ.

જેથી ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે સહદેવસિંહ દિપુભા ગોહિલ તથા પાકીસ્તાની મહિલા એજન્ટ અદિતી ભારદ્વાજ દ્વારા બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

સમીના ગોચનાદ ખાતે બોગસ ડૉક્ટર ઝડપાયો..મેડિકલ ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો તબીબ

પાટણ. એઆર. એબીએનએસ: પાટણ એસઓજી પોલીસે સમી તાલુકાના ગોચનાદ ગામમાં બોગસ તબીબ સામે…

1 of 92

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *