Latest

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં પોતાના પારંપારિક લોકનૃત્યો અને લોકકલાની અમદાવાદમાં પ્રસ્તુતિ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત, શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્નિવલના સમાપન અવસરે ઉપસ્થિત રહીને વિવિધ કલા પ્રસ્તુતિઓ માણી હતી. તેમણે આવી પરંપરાગત લોકકલાને નવી પેઢી સુધી પહોંચાડવા આધુનિક આયામો સાથેના આ ઇન્ડિયન ફોક કાર્નિવલને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “વિરાસત ભી, વિકાસ ભી”ના ધ્યેયને પાર પાડનારું પ્રસંશનીય આયોજન ગણાવ્યું હતું.

લોકકલા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી અમદાવાદમાં યોજાયેલા ત્રિ – દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના 1 હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા.

આપણી ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ ધરાવતી લોકકલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ માટે લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ કાર્નિવલમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યોની કલા પ્રસ્તુતિ લોકોએ મનભરીને માણી હતી. કાર્નિવલના દિવસો દરમિયાન બે વર્કશોપ, બે આર્ટ ગેલેરી, 10થી વધુ એવોર્ડ્સ અને 1 હજારથી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રદેશોના 50થી વધુ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.

પાંચ હજારથી પણ વધુ લોક કલાકારો સાથે જોડાણ ધરાવતું લોકકલા ફાઉન્ડેશન આવા તળના કલાકારોની ટોચની કળા પીરસવાનું વિશાળ મંચ છે અને દેશ વિદેશમાં લોકકલા મંચન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

અમદાવાદમાં યોજાયેલા આ ઇન્ડિયન ફોક કાર્નિવલના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રથી સન્માનિત વિખ્યાત લોક કલાકાર ભીખુદાનભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મોટી સંખ્યામાં લોકકલાકારો, કલાજગત સાથે સંકળાયેલા લોકો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *