Election

રાધનપુરના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે પરિવાર સાથે ભર્યું ફોર્મ…

રાધનપુર. એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને પડઘમ વાગી રહ્યા છે.. ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે પોતાના પરિવાર સાથે શુક્રવાર ના રોજ મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કર્યું હતું. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ઠાકોર સમાજના મહિલા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.

રાધનપુર ના કલ્યાણપુરા ગામના મહિલા ઉમેદવાર ઠાકોર સીતાબેન માદેવભાઈએ સરપંચનુ ફોર્મ પોતાના પરિવાર સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી ભર્યું હતું.રાધનપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી મહિલા ઉમેદવાર સીતાબેન ઠાકોરએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવાર ના પતિ માદેવભાઈએ કલ્યાણપુરા ગામે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી માં જંગી બહુમતી થી જીત ની આશા વ્યક્ત કરી હતી.તેમજ કલ્યાણપુરા ગ્રામજનોની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ઉમેદવારે ખાત્રી આપી હતી અને ઉમેદવાર સહિત તેમના પરિવારજનોએ સૌ ગ્રામજનોનો આભાર વ્યકત કરી ગામના વિકાસ કામોને અગ્રતા આપવાની હૈયાધારણા આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચૂંટણીની તકેદારીને લઈ જામનગર એસપી દ્વારા ધ્રોલના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *