Devotional

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

કન્યાકુમારી સ્થાનથી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા શુભારંભ

કુંઢેલી:ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે, આ સંકલ્પના શ્રી મોરારિબાપુએ કન્યાકુમારીથી રામકથા યાત્રા પ્રારંભ કરતી વેળાએ કહ્યું. ધર્માચાર્યોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કન્યાકુમારી સ્થાનથી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા શુભારંભ થયો છે.

આદિ શંકરાચાર્યજીની ભાવ વંદના સાથે પૂ .મોરારિબાપુ ના વ્યાસાસને સનાતન સંદેશ હેતુ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથાનો શુભારંભ સ્વામી વિવેકાનંદજી કેન્દ્ર કન્યાકુમારી સ્થાનથી થયો છે, ક્થા પ્રારંભે પૂ. મોરારિબાપુએ કહ્યું કે, ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે, આ સંકલ્પના સાથે રામકથા હેતુ સમજાવતાં સૌ એકબીજાને જોડવાનો ભાવ વ્યક્ત કર્યો. નવરાત્રિના પ્રારંભ સાથે મા કન્યાકુમારીની વંદના સાથે શ્રી રામકૃષ્ણ પરમહંસ શિષ્ય શ્રી વિવેકાનંદજી વગેરેનું સ્મરણ કરી, પ્રણામ કર્યા.

‘મંગલ ભવન અમંગલ હારિ…’ ગાન કેન્દ્રમાં રાખી વ્યાસપીઠ પરથી ક્થા પ્રારંભે ભગવાનના નામ, રૂપ, ક્થા અને સ્થાન આ બધું બધું મંગળકારી છે, જે ચાર પીઠની યાત્રા છે, આ સ્વસ્તિક યાત્રાની ભૂમિકા હોવાનું જણાવી પૂ.મોરારિબાપુએ વિવિધ વંદનાઓ કરી. આ ઉપક્રમ કોઈ વિક્રમ સર્જવાનો નહી પરંતુ સૌ કોઈ નિમિત્ત બનનાર હોવાનું અને માનસિક સાવધાની રાખવા ભાર પૂર્વક કહ્યું.

કન્યાકુમારીથી કેદારનાથની પ્રથમ તબક્કાની ‘ભારત સ્વસ્તિક યાત્રા’ બાદ બીજા તબક્કામાં દ્વારકાથી જગન્નાથપુરીની ક્થા યાત્રા આયોજન અંતર્ગત કન્યાકુમારી સ્થાનમાં પ્રથમ દિવસ રામકથા પ્રારંભ અગાઉ રેલમથક ઉપર યાત્રા શુભારંભ ઉપક્રમ યોજાઈ ગયો.
આ રામક્થા પ્રારંભિક સંચાલનમાં કવિ શ્રી નીતિનભાઈ વડગામા રહ્યાં હતાં.

આ કથામાં દેશ અને વિદેશનાં ભાવિક ભક્તો જોડાયાં છે. બે રેલ ગાડી ‘કૈલાસ’ અને ‘ચિત્રકુટ’ દ્વારા રસિક શ્રોતાઓને આ લાભ પ્રાપ્ત થયો છે. પ્રથમ દિવસ કન્યાકુમારી કથાગાન બાદ બીજા દિવસે આદિ શંકરાચાર્યજી જન્મસ્થાન કાલડી તીર્થમાં કથાયાત્રા રવાના થયેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *