Latest

વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.

રાધનપુર,એ.આર. એબીએનએસ : “એક પેડ માં કે નામ” વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ માર્કેટયાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં હારીજ માર્કેટયાર્ડ ગ્રાઉન્ડ ખાતે માર્કટયાર્ડ સમિતિ , હારીજ તાલુકા સહકારી, ખરીદ વેચાણ સંઘ ,ખેતીબેંક ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ચેરમેન વાઘજીભાઈ ચૌધરી,વાઇસ ચેરમેન દિલીપભાઈ ઠક્કર, ઇન્ચાર્જ સેક્રેટરી વિનોદભાઈ ચૌધરી, સંઘ મેનેજર નરેશભાઈ ચૌધરી,ખેતી બેંક મેનેજર પિન્કીબેન ચૌધરી,નવલસંગ ચૌહાણ,રામજીભાઈ દેસાઈ,જીગરભાઈ મહેતા, માજી સેક્રેટરી ભગવાનભાઈ ચૌધરી,માર્કેટયાર્ડ સ્ટાફ, હોદેદારો, ડિરેક્ટરો, વેપારી મંડળ દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી પ્રકૃતિનું જતન કરવાના સંકલ્પ લીધા હતા. આગામી દિવસોમાં માર્કેટયાર્ડ ગ્રાઉન્ડમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *