Election

અંબાજી ગ્રામ પંચાયત 2025ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં

2 મહિલા ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે.અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે.લગભગ 8 વર્ષ બાદ પંચાયતની ચૂંટણી અંબાજી ખાતે યોજાઈ રહી છે. અંબાજી શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ હવે વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યુ છે,

આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા કોરિડોરની કામગીરી શરૂ થનાર છે. થોડાક મહિના અગાઉ અંબાજી ખાતે 100 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તે બધાની વચ્ચે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અને બંને મહિલા સરપંચના ઉમેદવારો પ્રચાર પણ ડોર ટુ ડોર કરી લોકોનું સમર્થન મેળવી રહ્યા છે.

અંબાજી ખાતે 2025 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 18 જેટલા વોર્ડમાં અલગ અલગ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.અંબાજી ખાતે સરપંચ ની વાત કરવામાં આવે તો 8 વર્ષ બાદ અંબાજી ગામને સરપંચ મળવા જનાર છે તે પહેલા અંતિમ દિવસોમાં બંને મહિલા ઉમેદવારો દ્વારા પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર અલગ અલગ વોર્ડમાં ડોર ટુ ડોર થઈ રહ્યો છે.

લોકો બંને ઉમેદવારો આગળ સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં અંબાજી ગામની જનતા કોને ચૂંટે છે અને કોને સરપંચ બનાવે છે તે માટે ટાયર અને ટેબલ નિશાનના મહિલા ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.આ વખતની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની ચર્ચાઓ વચ્ચે બંને ઉમેદવારો ખુબજ મહેનત થકી પ્રચાર કરી જીતના દાવા કરી રહ્યા છે.

:_ કલ્પનાબેન દવે અને ગીતાબેન અગ્રવાલ વચ્ચે સ્પર્ધા :_

અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કલ્પનાબેન હેમંતભાઈ દવે ટેબલની નિશાની સાથે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ગીતાબેન રાજનભાઈ અગ્રવાલ ટાયરની નિશાની સાથે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે પરિવાર સાથે ભર્યું ફોર્મ…

રાધનપુર. એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની…

ચૂંટણીની તકેદારીને લઈ જામનગર એસપી દ્વારા ધ્રોલના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *