Latest

“રથયાત્રા” અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા બે દિવસમાં શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 45 ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: આગામી “રથયાત્રા” અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તેમજ લોકોમાં કોમી એખલાસ તેમજ સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અંગેની અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવાનાં ઉદેશ્યથી તા.૧૭.૬.૨૦૨૫ તથા ૧૮.૬.૨૦૨૫ ના રોજ બે દિવસમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા શહેરના અમરાઇવાડી, માધવપુરા, સાબરમતી, કાગડાપીઠ, વટવા, મણીનગર, રામોલ, શહેરકોટડા, કાલુપુર, સરખેજ, સરદારનગર, દાણીલીમડા, રાણીપ, રીવરફ્રંટ વેસ્ટ, ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ ૨૫ ઈસમો વિરુધ્ધ “પાસા” ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.આ સિવાય ૨૦ ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો પર સખત કાર્યવાહી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારુરુપે ચાલે તે અર્થે અમદાવાદ શહેર પોલીસ ટીમ સંપુર્ણપણે કટિબધ્ધ છે અને આવા તત્વો વિરુધ્ધ આ પ્રકારે નિયમિતપણે કામગીરી થતી રહે તે માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહયા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

1 of 609

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *