રિપોર્ટ: અનુજ ઠાકર.
ભારતના આર્થિક ઇતિહાસના સૌથી નિર્ણાયક સમયગાળામાંથી એક એવા 1991ના નાણાકીય સંકટની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ ‘ગવર્નર’. ફિલ્મ એક એવા અજાણ્યા નાયકની કહાની રજૂ કરે છે, જેણે દેશ ગંભીર આર્થિક કટોકટીના આરે ઊભો હતો ત્યારે પોતાના દૃઢ નેતૃત્વ અને સાહસિક નિર્ણયો દ્વારા ભારતને સંભ નાદારીમાંથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સત્ય ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ દેશનાવિત આર્થિક ઇતિહાસના એવા અધ્યાયને ઉજાગર કરે છે, જેના વિશે સામાન્ય લોકો બહુ ઓછું જાણે છે.
મનોજ બાજપેયીનો શક્તિશાળી અવતાર
ફિલ્મમાં મનોજ બાજપેયી ભારતીય રિઝર્વ બેંકના તત્કાલીન ગવર્નરની ભૂમિકામાં જોવા મળશે. દેશના વિદેશી મુદ્રા ભંડાર ઘટી રહ્યા હતા, આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું અને અર્થવ્યવસ્થા ગંભીર પડકારોનો સામનો કરી રહી હતી. આવા સંજોગોમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો કેવી રીતે દેશના ભવિષ્યને નવી દિશા આપી ગયા, તેની રસપ્રદ રજૂઆત ફિલ્મમાં કરવામાં આવી છે.
મજબૂત સર્જનાત્મક ટીમનો સહયોગ
‘ગવર્નર’નું નિર્દેશન ચિન્મય માંડલેકરે કર્યું છે, જ્યારે ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ અને આશિન એ. શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની પટકથા સુવેન્દુ ભટ્ટાચાર્ય, સૌરભ ભરત, રવિ અસરાની અને વિપુલ અમૃતલાલ શાહે સંયુક્ત રીતે લખી છે.
સંગીતની જવાબદારી જાણીતા સંગીતકાર અમિત ત્રિવેદીએ સંભાળી છે, જ્યારે ફિલ્મના ગીતોને શબ્દો જાવેદ અખ્તરે આપ્યા છે. મજબૂત વિષયવસ્તુ, પ્રતિભાશાળી કલાકારો અને અનુભવી ટેકનિકલ ટીમના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.
ઇતિહાસ અને મનોરંજનનો અનોખો સંગમ
‘ગવર્નર’ માત્ર એક બાયોપિક કે રાજકીય ડ્રામા નથી, પરંતુ તે ભારતના આર્થિક પરિવર્તનની એક પ્રેરણાદાયક સફર છે. ફિલ્મ દર્શકોને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે દેશને સંકટમાંથી બહાર કાઢવા માટે ક્યારેક પરંપરાગત માર્ગોથી અલગ વિચારીને નિર્ણયો લેવા પડે છે.
આર્થિક ઇતિહાસ, રાજકારણ અને વાસ્તવિક ઘટનાઓમાં રસ ધરાવતા દર્શકો માટે ‘ગવર્નર’ એક યાદગાર સિનેમેટિક અનુભવ સાબિત થઈ શકે છે.
















