Entertainment

પ્રખ્યાત કલાકાર મનોજ જોષી “ગોતી લો” ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પધાર્યા.

અનુજ ઠાકર

આગામી ગુજરાતી ફિલ્મ “ગોતી લો” ના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય પાત્ર ભજવનાર કલાકાર જેમણે કેટલીય યાદગાર ગુજરાતી અને હિન્દી ફિલ્મો તથા નાટકો આપ્યાં છે એવા ખૂબ પ્રખ્યાત કલાકાર શ્રી મનોજ જોષી આજે અમદાવાદ ના મહેમાન બન્યા હતા.‌

ફિલ્મના દિગ્દર્શક શ્રી દિપક અંતાણી તથા બાળ કલાકાર માનવ સહિત સમગ્ર “ગોતી લો” ટીમ ટાફ ગૃપ એડમીન તથા અમદાવાદ આર્ટિસ્ટ ફોરમ (AAF) ના સંયોજક શ્રી તન્મય શેઠ ના આમંત્રણ ને માન આપી બપોરના ભોજન માટે શહેરના પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા “A Gourmesserie Cafe” ખાતે પધાર્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડિરેક્ટર અખિલ કોટક પણ ખાસ હાજર રહ્યા હતાં.

હાલમાં જ ફિલ્મ “ગોતી લો” નું ટ્રેલર તથા એનું મ્યુઝિક રિલીઝ કરવામાં આવ્યું અને એનું એક ગીત “હું ને ચંદુ” ટુંક જ સમયમાં ઈન્ટરનેટ ઉપર ખૂબ ટ્રેન્ડીંગ પણ થયું છે. ફિલ્મ બાળકોને આ ડિજીટલ દુનિયા થી ફીઝીક્લ દુનિયા તરફ વાળવા જેવા એક ખૂબ સંવેદનશીલ તથા આજના સમય માટે અતિ આવશ્યક મુદ્દાને લઈને આવી રહી છે.

ટાફ ગૃપ દ્વારા ગુજરાતી ફિલ્મો સાથે જે પ્રકારે સમન્વય સાધવાના ઉત્કૃષ્ટ પ્રયત્નો થઈ રહ્યા છે તેની યશકલગીમાં આ એક મોરપિચ્છ ના ઉમેરા સમાન વાત છે જેનો ટાફ પરિવાર ને ગર્વ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे सितारे

सूरत। शहर में आयोजित फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में दर्शकों और…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *