Breaking NewsLatest

સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દ્વારા જૈસલમેર મિલિટરી સ્ટેશનની મુલાકાત લેવામાં આવી.

સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈન, AVSM SM જૈસલમેર મિલિટરી સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા અને તેમણે અહીં પરિચાલન તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરી હતી.

GOC-ઇન-Cએ સંગઠનની પરિચાલનની તૈયારીઓની માહિતી મેળવી હતી અને ટેકનોલોજીથી સક્ષમ નેટવર્ક કેન્દ્રિત યુદ્ધક્ષેત્ર માહોલમાં પડકારોને પહોંચી વળવા માટે અને તકો ઝડપી લેવા માટે બેટલ એક્સ ડિવિઝન દ્વારા હાથ ધરવામાં આવતી પરિચાલનની વિવિધ તૈયારીઓ વિશે તેમને માહિતી આપવામાં આવી હતી.

લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈને પૂર્વતૈયારીઓ, સહયોગી સેવાઓ સાથે તાલમેલ અને અને સહકારનું ઉચ્ચ સ્તર જાળવી રાખવા પર વિશેષ ભાર મૂક્યો હતો જેથી તમામ આકસ્મિક પરિસ્થિતિમાં સુસંગત અને અનુકૂળ પ્રતિક્રિયા આપવા માટે માહિતી પ્રાધાન્યતા પ્રાપ્ત કરી શકાય. વધુમાં તેમણે, પરિચાલનની ક્ષમતાઓ વધારવા માટે વાયુસેના સાથે સંયુક્ત તાલિમના આયોજન અને તેને હાથ ધરવા માટે તાલમેલ વધારવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવતી પહેલો વિશે જાણીને સંગઠનની પ્રશંસા કરી હતી. તેમણે તમામ રેન્કને પોતાના સંબંધિત સંગઠનોમાં પરિચાલન કાર્યદક્ષતા ચાલુ રાખવા અને તેમાં સુધારો કરવા માટે સૌને પ્રેરણા આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *