Latest

જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી.ઠાકોરે પ્રભારી મંત્રીશ્રીને વિવિધ કામોથી અવગત કરાવ્યા હતાં તેમજ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસલક્ષી કામો અંતર્ગત ૧૫% વિવેકાધિન (તાલુકા કક્ષા)ના રૂ. ૬૬૨.૫૫ લાખના ૨૪૫ કામો, ૫% પ્રોત્સાહક યોજના હેઠળના રૂ. ૧૦ લાખના ૩ કામો, ખાસ પ્લાન યોજના હેઠળના રૂ.૨૫ લાખની રકમના ૫ કામો તેમજ નગરપાલિકા વિવેકાધિન યોજના હેઠળના રૂ. ૭૭ લાખના ૧૦ કામો મળી કુલ રૂ.૭૭૪.૫૫ લાખના ૨૬૩ કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.

પ્રભારી મંત્રીશ્રીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટ અને જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર થયેલ પૈકી પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ થાય તે અંગે સૂચન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *