17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મોટા પીપોદરા ગામે આવીને 29 આદિવાસી પરિવારોને પુનઃ વસન કરાવવાના કાર્યક્રમ મા જોડાયા હતા. આ કાર્યક્રમમા દાંતા તાલુકાના ભાજપના મજબૂત નેતા તરીકેની છાપ ધરાવતા એલ કે બારડ પણ હાજર રહ્યા હતા.
આ સાથે દાંતા તાલુકાના અને જિલ્લાના અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી ત્યારબાદ ગબ્બર પોલીસ ચોકી નુ ઉદ્ઘાટન કર્યું હતું અને અંબાજી સર્કિટ હાઉસ પહોચ્યાં હતા.અહીં તેઓ વિવિધ ભાજપના નેતાઓને મળ્યા હતા.જેમાં દાંતા તાલુકાના મોટાસડા ગામના વતની અને એલ કે.બારડ ના પુત્ર વનરાજસિંહ બારડ જેમને આખા ગુજરાતમાં ભાજપના સૌથી વધુ સક્રિય સભ્ય બનાવ્યા હતા તેમને પણ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી
ત્યારબાદ ગૃહમંત્રીએ તેમના કામની પ્રશંસા કરી હતી.ત્યારબાદ સાલ ઉઠાડીને તેમનું સન્માન કર્યું હતું અને તેમની સાથે ચર્ચા કરી હતી.અંબાજી ભાજપ મંડળ પણ હાજર રહ્યું હતું.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી