વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા છતાં સ્થિતિ જેમ ની તેમ….!!!
ગામ તલાવડી ની જગ્યાઓ પર ઊભા કરાયેલ દબાણો દૂર નહીં થવા પાછળ કોણ જવાબદાર?????
ક્યાં વ્યક્તિ કે પક્ષ ની વગ થી અનઅધિકૃત દબાણો હેમખેમ????
તળાવ ની આજુબાજુ 100 થી 200મીટરના વિસ્તારમાં નોન ડેવલોપમેન ઝોન જાહેર કરવા છતાં પણ કઈ રીતે ડેવલોપ થયું
જો ગામ માં તલાવડી ની જગ્યા તળાવ તરીકે રિ – ડેવલપ કરાય તો પાણી ની સમસ્યા નો કાયમી ઉકેલ આવી શકે તેમ છે..
અંબાજી ગ્રામ પંચાયત ના સત્તા અને તાબા હેઠળ આવતા ગામ તળ ના વિસ્તાર અને તલાવડી ની જમીનો પર વર્ષો થી દબાણ કરી મસમોટી સંપત્તિ ઊભી કરી ને બેસી ગયેલ દબાણકારો પર કાર્યવાહી કરી દબાણો દૂર કરવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ ગ્રામ પંચાયત ના લીધે વર્ષો જૂની પાણી ની સમસ્યા જસ ની તસ બની છે.
અંબાજી ગામ વિસ્તાર માં વર્ષો પહેલા લગભગ ૪ થી ૫ તલાવડી હોવાનું લોકમુખે ચર્ચાતું સંભળાતું આવ્યું છે જ્યાં પહેલા જળાશય હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આ ચર્ચિત તલાવડીઓ અને જળવિસ્તારો સમય જતા તંત્ર ની રખરખાવ બાબત ની બેદરકારી અને જેતે સમય ના અધિકારીઓ દ્વારા કરાયેલા વહીવટ ને લીધે એક સમયે આખા ગામ માં પાણી પૂરા પાડતા જળાશય હાલ ના સમય માં માત્ર નામશેષ બન્યા છે જેને લીધે વર્ષો ગામ ની પ્રજા ને પાણી માટે હેરાન થવું પડી રહ્યું છે.
ત્યારે અંબાજી ના એક જાગૃત નાગરિક દ્વારા “સ્વાગત પોર્ટલ” માં અરજી કરતા ઉપરોક્ત બાબતે તાત્કાલિક રિપોર્ટ અને નિયમનુસાર ઘટતી કાર્યવાહી કરી તાલુકા વિકાસ અધિકારી ને આદેશ કરાયો હતો.
વર્ષ ૨૦૦૫ માં ગ્રામ પંચાયત માં પસાર થયેલ ઠરાવ બાબતે પાલન કરાવવા બેદરકાર બની ગ્રામ પંચાયત……
વર્ષ ૨૦૦૫ માં સરપંચ પદે સોમાભાઈ ખાખરીયા અને સભ્યો ની પેનલ માં ઉપરોક્ત બાબતે ઠરાવ પસાર કરાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ વાળી જગ્યાઓ પર થી દબાણ હટાવવા ની કામગીરી નો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.પરંતુ ઠરાવ પસાર કર્યા ને ૨૦ વર્ષ થવા છતાં આજદિન સુધી તે ઠરાવ માત્ર કાગળ પર રહેતા કોઈ કાર્યવાહી નથી કરાઈ અને જેતે સમય ના વહીવટી અધિકારીઓ દ્વારા તલાવડી જગ્યાઓ નો વિકાસ કરવાને બદલે તેને અંગત રીતે બિલ્ડરો જોડે વહીવટ કરી મસમોટી ઇમારતો ઊભી કરાતા આ જગ્યાઓ ફક્ત લોકમુખે નામ માત્ર ની બની રહેતા અધિકારીઓ અને બિલ્ડરો ના ફાયદા માટે થઈ ગામલોકો ની પાણી ની સમસ્યાઓ માં વધારો થયો છે. ગામ માં તલાવડી ની જગ્યાઓ
સર્વે નંબર ૨૯ પૈકી ૧, ૨૯ પૈકી ૨,ગણેશ ભવન તરફ, સર્વે નંબર ૪૬ રેવપ્રભુ ભવન,સર્વે નંબર ૭૧ ભાટવાસ, સર્વે નંબર ૭૭ શિવ આર્કેડ
અને સર્વે નંબર ૮૨ યેવલા બીડી પાછળ નો વિસ્તાર એમ કુલ મળી ૬ વિસ્તારો પર કાગળ પર કરેલ ઠરાવ પ્રમાણે કામગીરી નહીં કરી દબાણ ઊભું કરાયેલ છે ત્યારે વિચારશીલ બાબત એ છે કે ગ્રામ પંચાયત ની સત્તા માં આવતું હોવા છતાં કેમ ગ્રામ પંચાયત કે સભ્યો દ્વારા આ બાબતે આંખ આડા કાન કરાઈ રહ્યા છે અને આ દબાણ નહીં હટાવવા પાછળ ક્યાં વ્યક્તિ ને પક્ષ નું જોર છે જે ગામ વિકાસ ની આડે આવી રહ્યા છે ????શા માટે સત્તા હોવા છતાં પણ દબાણ નથી હતી રહ્યા તે બાબતે પંચાયત ના નવા સરપંચ, ઉપસરપંચ અને વોર્ડ મેમ્બર ની પેનલ શું કામગીરી હાથ ધરશે તે જોવું રહ્યું…..!!!!
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી