તા. 3 ઓગસ્ટ 2025 રવિવારના રોજ મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ અને સ્થાપક શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને તેમના અવિરત અને સમાજ માટે સતત સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લેતા તેઓને પોલીસ સમન્વય સમિતિ દ્વારા પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી પેટલાદ (આણંદ) ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી હાર્દિકસિંહ ચુડાસમાએ મિશન હોપ ફાઉન્ડેશન ની શરૂઆત 2019 માં કરી હતી. આજ રોજ સંસ્થામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 750 થી વધુ સ્વયંસેવકો કાર્યરત છે. આવનારા સમયમાં ગુજરાતના તમામ ગામડાઓમાં મિશન હોપ ફાઉન્ડેશન તેમજ સંસ્થાની પ્રવૃત્તિઓ કાર્યરત થાય તેવા ઉદ્દેશ્ય સાથે હાર્દિકસિંહ ચુડાસમા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.
મિશન હોપ ફાઉન્ડેશનમાં પ્રોજેક્ટસ જેમકે દરેક ગામમાં પુસ્તકાલય યોજના, મહિલાઓ માટેની હેલ્પલાઈન, ગૃહ ઉદ્યોગ, આશ્રમ શાળા, રોજગારીની તકો, વિનામુલ્યે આરોગ્યની ચકાસણી, પ્રાણી કલ્યાણ, પર્યાવરણની જાળવણી જેવા અનેક પ્રોજેક્ટસ આ સંસ્થામાં કાર્યરત કરવામાં આવ્યા છે. હાર્દિકસિંહ ચુડાસમાએ સમાજ ના સર્વે સમુદાયોને સશક્ત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત તેમજ તેમની જીવન એ વાતનો પુરાવો છે કે કેવી રીતે એક વ્યક્તિ ઘણા લોકોમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી શકે છે.