રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ (RBSK) પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર તાલુકા ના કમળેજ ગામ રહેતા બાળક મયંક મયુરભાઇ વાઘેલા જે બાળક ને જ્ન્મ જાત હ્રદય રોગ ની ખામી હતી…આ રોગ વિશે બાળક ના માતા પિતા અજાણ હ્તા….
હ્રદય રોગથી પીડાતા આ પરિવારના બાળક ની મદદ માટે કેંદ્ર સરકાર પુરસ્ક્રુત કાર્યક્ર્મ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ (RBSK) પ્રોગ્રામ આવ્યો.. બાળક ને જન્મજાત ખામી હ્રદય રોગ ની ખામી હતી. જેના લીધે બાળક ને વજન ના વધવો, બિમાર રહેવુ, ભોજન નિ અરુચી, થાકી જ્વુ.. વીગેરે જેવી તક્લીફ થતી હ્તી.
થોડુ પણ ચાલ્તા બાળક થાકી જાય. અને હાંફી જ્તુ હતુ.. આ તક્લીફ ની માહીતી કમળેજ ગામ ના તે વિસ્તાર ના આશા વર્કર ને જાણ થતા તેમ્ણે કમળેજ ગામ સાથે સંલગ્ન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ (RBSK) ટીમ ને જાણ કરી હતી…
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ (RBSK) ના મેડીકલ ઓફીસર ડો રવિ ગોહિલ તથા ટીમ દ્વારા ઘર પર તપાસ કરીને સંદર્ભ કાર્ડ ભરીને ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે આવેલ DEIC વિભાગ મા રિફર કરેલ…અને ત્યા ડોકટરો દ્વારા રિપોર્ટ કરતા બાળક ને હ્રદય રોગ નિ તક્લીફ છે તેમ વાલી ને જણાવેલ અને અમદાવાદ ઓપરેશન માટે જણાવ્યુ હ્તુ…..
બાળક નો પરિવાર તથા માતા પિત્તા ને આ રોગ વિશે જાણ થતા પરીવાર ચિંતા મા હ્તો.. પૈસા થી ગરિબ પરીવાર બાળક ના આયુષ્ય વિશે શોકમગ્ન હ્તો..પરંતુ RBSK ટીમ દ્વારા આ બાળક ને અમદાવાદ યુ. એન. મેહ્તા હોસ્પિટલ ખાતે રિફર કરાયુ જ્યા તમામ પ્રકારની હોસ્પીટલ સેવા સરકાર શ્રી તદ્ ન ફ્રી આપ્વામા આવે છે…
તા. ૨૦.૦૬.૨૦૨૫ ના રોજ બાળક નુ હ્રદયરોગ નુ ઓપરેશન અમદાવાદ યુ.એન.મેહતા હોસ્પિટલ ખાતે સફળતા પુર્વક થયેલ છે.. અને તા.૨૧.૦૬.૨૦૨૫ ના રોજ બાળક હોસ્પીટલ થી રજા આપેલ છે.. અને બાળક ની તબિયત સારી છે..આમ વિનામુલ્યે સફળ ઓપરેશન થતા બાળક ના પરીવાર મા આનંદ ની લાગની છવાઇ ગઇ હતી..
આ કાર્યક્ર્મમા મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો ચંદ્રમણી સાહેબ, RCH અધીકારી ડો કોકીલા મેડ્મ, તાલુકા આરોગ્ય અધીકારી ડો કિંજલબા પરમાર મેડમ , તાલુકા સુપરવાઇસર અનિલભાઇ પંડીત, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ (RBSK) ટીમ મેડીકલ ઓફીસર ડો રવિ ગોહિલ, ડો દીપલ દવે, ફાર્માસિસ્ટ વનીતાબેન ચોહાણ, ફિમેલ હેલ્થ વર્કર શૈલ્જા કુમાર, તથા પ્રા.આ.કેંદ્ર ફરિયાદ્કા મેડિકલ ઓફીસર ડો ધર્મિશ્ઠા મેડ્મ, આયુશ મેડિકલ ઓફીસર ડો સ્મિતા પાટીલ મેડ્મ, આંગણ્વાડી વર્કર, આશા વર્કર, MPHW વિક્રમભાઇ, ઇંચાર્જ FHW પુષ્પાબેન, MPHS હિરેનભાઇ રાજ્ય્ગુરુ, FHS કિરણબેન જાની નો સહયોગ મળ્યો હતો….