Breaking NewsLatest

બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન દ્વારા જામનગર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું 

જામનગર માં કોરોના મહામારીનાં લીધે સાવચેતીના ભાગ રૂપે લોક ડાઉન લગાવામાં આવેલ તે સમય ગાળાથી અત્યાર સુધીમાં જૂજ રક્તદાન કેમ્પના આયોજન થયેલ હોય કોરોના મહામારીમાં દર્દીઓને પ્લાઝમા આપવા તથા થેલેસેમિય નાં દર્દીઓ અને જરૂરિયાત મંદ દર્દીઓને  મુશ્કેલીઓ પડી હતી તે જોતાં બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મુખ્ય મહેમાન સ્વામિનાાયણ સંપ્રદાય ના કોઠારી શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજદાસજી અતિથિ વિશેષ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમૂખ પ્રફુલ ભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષ ભાઈ જોશી, મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમૂખ રાજુ ભાઈ મહાદેવ, યુવા કથાકાર જ્યોતિષ આચાર્ય રૂપેશ ભાઈ  પુરોહિત, કેશુભાઈ વરોતરિયા, વિક્રમ ભાઈ ગોજિયા, વજસી ભાઈ વારોતરિયા, હસ્તે દીપપ્રાગટય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરી હતી

બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન ના આમંત્રણ ને માન આપી મહાનુભવો તથા રક્તદાતાઓ ઊપસ્થિત રહ્યા હતા જેમાં 53 બોટલ એકત્રીત કરીને, કોરોના મહામારી ના દર્દીઓ ને પ્લાઝમા આપવા તથા થેલેસેમિય નાં દર્દીઓ તથા અન્ય જરૂરિયાત મંદ દર્દીઓ ના જીવનદાન માટે મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં દરેક સમાજના લોકો ઉત્સાહ સાથે રકતદાન કરેલ હતું વિષેમાં મહિલાઓ દ્રારા 9 બોટલ રકતદાન પણ કરવામાં આવેલ હતું માનવ ધર્મ ની મહેક પ્રસરાવી હતી

મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન માં સહભાગી બનેલ બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જિગર ભાઈ રાવલ અને પ્રમુખશ્રી જીગરભાઈ કલ્યાણી, ઉપપ્રમુખશ્રી હીરેનભાઈ ગોપીયાણી,ઉપપ્રમુખશ્રી મિતેષભાઇ મહેતા મહામંત્રી હાર્દિકભાઈ જોષી,મંત્રીશ્રી ભાવેશભાઈ કલ્યાણી ,
મંત્રીશ્રી ભાવિનભાઇ હેડાઉ, સહમંત્રીશ્રી ચિરાગ ભાઇ ઓઝા,મંત્રીશ્રી મયંકભાઇ શુક્લ, કપીલભાઈ નાકર, મૃગેશભાઈ દવે સલાહકાર, રવિભાઇ કલ્યાણી મીડિયા સેલ, તેજસ ભાઈ જોશી અને મહિલા પાંખમાં પ્રમુખશ્રી પૂજાબેન કેવલિયા, ઉપપ્રમુખ પૂર્વીબેન હેડાઉ ,સંગઠનમંત્રીશ્રી ક્રિષ્નાબેન જોશી , ગીતાબેન ઠાકર, વૈશાલી બેન ભટ્ટ સર્વે ના આયોજન ની જહેમત ઉઠાવી ને આયોજન ને સફળ બનાવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *