આરામગૃહમાં પત્રકાર એકતા પરિષદની દાહોદ જિલ્લા કારોબારીની બેઠક સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ના અધ્યક્ષસ્થાને મળી હતી.

બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ પત્રકારો માટે રૂ. 10 લાખના અકસ્માત વીમા યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંગઠન દ્વારા આ યોજના હેઠળ દરેક પત્રકારને વીમા કવચ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે નાના કે મોટા એવા કોઈ ભેદભાવ વિના તમામ પત્રકારોના જરૂરી દસ્તાવેજો વહેલી તકે એકત્ર કરવામાં આવે, જેથી દરેક સભ્યને આ યોજનાનો લાભ મળી શકે.

આ પ્રસંગે જિલ્લા કારોબારીના હોદ્દેદારો, ઝોન પ્રભારી તથા પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ટૂંક સમયમાં દાહોદ જિલ્લામાં પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા સોંપવામાં આવેલ કાર્યો પૂર્ણ કરી, તમામ પત્રકારો ના પરિવાર ની ચિંતા દાહોદ ટીમ કરશે..

















