પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા

પાલીતાણા સિન્ધી સમાજ દ્વારા દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવવામાં આવી હતી

જેમાં પંજાબ પ્રાંતના અમૃતસરના રાગીભાઈ સાહેબ અને હર્ષદીપભાઈ નાં કથા કીર્તન માં સિંધી સમાજ ના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા

અને સવારે ૫ કલાકે પ્રભાત ફેરી અને સાંજે ૬ કલાકે નગર કીર્તન સિંધી કેમ્પ વિસ્તાર માં કાઢવામાં આવ્યું હતું જેમાં સિંધી કેમ્પ વિસ્તાર માં ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરવામાં આવી અને તેની સાથે આતીશબાજી પણ કરવામાં આવી હતી
ગુરૂદ્ધારા સાહેબમાં રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને સિંધી કેમ્પ ખાતે આવેલ બન્ને ગુરૂદ્ધારા સાહેબમાં બપોરે તથા રાત્રી ના લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું
જેમાં સિંધી સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં લંગર પ્રસાદ નો લાભ લીધો હતો અને ગુરૂનાનક દેવજી ની ગુરુવાણી નામ – સિમરણ કરીને ગુરૂ સાહિબ જી ના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાના જીવન ને ધન્ય બનાવ્યુ હતું
રિપોર્ટર વિશાલ જાદવ પાલીતાણા
















