
રૂ.૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થવાથી તાલુકાના લોકોને કામકાજમાં વધુ સરળતાથી થશે
નવું નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તેમજ ગ્રામ વિકાસની ઓફિસો, મિટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ, એકાઉન્ટ સ્ટાફ રૂમ, ટોઇલેટ, RO તથા કૂલરની વ્યવસ્થા, વાહન પાર્કિંગની સુવિધા, રોડ-રસ્તા તથા પાણી સ્ટોરેજની સુવિધાઓની સાથે દિવ્યાંગો માટે અલગ ટોઇલેટ તથા રેમ્પની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આમ ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોરમાં અત્યંત આધુનિક સુવિધા સજ્જ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે આ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થવાથી તાલુકાના લોકોના કામકાજ વધુ સરળતાથી થશે
પાલીતાણાના પથિકાશ્રમ ખાતે યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય અને હાઉસીંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ પાલીતાણાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા
રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા
















