વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
ભાવનગરમા શિશુવિહાર સંસ્થા સ્થાપક સ્વ માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં દર વર્ષે નાગરિક સન્માન કરવામાં આવે છે.જેમા અત્યાર સુધીમા કુલ 117 મહાનુભાવોનુ સન્માન થયું છે.તા 17 ડીસેમ્બરના રોજ 35 મોં મણકો પુ.મોરારિબાપુની સંન્નિધિમા યોજાયો.
જેમાં કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે શ્રી મનસુખભાઈ સુવાગીયા તથા બાંધકામ મજદૂરોના કલ્યાણ કાર્ય માટે ડો. જુઈન દતા, શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા શ્રી ડો. ટી. એસ. જોશી, શ્રી ડો. અતુલ ઉનાગર તથા સુશ્રી મમતાબેન જોશીને રું 50 હજારની રાશિ અને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
પુ. મોરારિબાપુએ મંગલ ઉદ્બોધનમા કહ્યું કે દેવ થવું અઘરું નથી, દેવત્વ પ્રાપ્ત કરવું અઘરું છે.આ મહાનુભાવોએ પોતાના કાર્યોથી એ સ્થિતિ પ્રાપ્ત કરી છે.રામની સમતા, સીતાની સહનશીલતા, લક્ષ્મણની જાગૃતિ, શત્રુઘ્નનું નિર્વેરપણું અને ભરતના પ્રેમનું હું દર્શન કરું છું – વંદના કરું છું.જે શેષ હોય – છેવાડાના, ઉપેક્ષિત હોય એનું સન્માન મહાત્મા કરે છે અને જે નિ:શેષ – શૂન્ય હોય એનું સન્માન પરમાત્મા કરે છે.આતમ દીપ પ્રકટે ત્યારે વિષયનો વાયુ એ દીપને બુઝાવશે એનો ભય રહે છે.
બાલ ચિત્રકારો દ્વારા નિર્મિત કેલેન્ડરને ચિત્રકારોની સંગતિથી પૂ. બાપુના કરકમલોથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આવકાર સંસ્થાના સંચાલક અને પ્રમુખ ભૂમિકા નિભાવતા શ્રી નાનકભાઈ ભટ્ટે આવકાર આપ્યો હતો. સંચાલન સુશ્રી છાયાબેન પારેખે કર્યું હતું.
કાર્યક્રમમાં ડો.અરુણ દવે, નેહલ ગઢવી, હરિશ્ચંદ્ર જોશી ઉપસ્થિત હતા.















