Latest

વિકસતું ગામ, ઉમંગભર્યું મેકડા

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે મેકડા ગામે ₹૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં  આવ્યું

મેકડા ગામ  રસ્તા, લાઈટ અને પાયાની સુવિધાઓ સાથે બની રહ્યું છે આધુનિક ગામ!

સાવરકુંડલા તાલુકાના મેકડા ગામના આંગણે વિકાસનો ઉત્સવ ઉજવાયો હતો. ગામના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વિવિધ પાયાની સુવિધાઓના કુલ ₹૧,૦૦,૦૪,૦૦૦ (એક કરોડ ચાર હજાર) ના કામોનું  ધારાસભ્યશ્રી મહેશભાઈ ક્સવાલા હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મેકડા ગામમાં આધુનિક સુવિધાઓ ઉભી કરવાના હેતુથી કુલ ૭ જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પ્લોટ વિસ્તારમાં અવરજવરની સુવિધા માટે પુલ તથા સીસી રોડનું નિર્માણ ₹૬૫ લાખ,જુના સ્મશાન પાસે સિમેન્ટ પાઈપ લાઈન દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ₹૪.૭૦ લાખ,નવી પંચાયત કચેરી પાસે ગ્રામજનોની સુવિધા માટે નવા બસ સ્ટેન્ડનું નિર્માણ ₹૫.૦૦ લાખ,પ્રાથમિક શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજનના શેડનું કામ ₹૩.૦૦ લાખ,પ્લોટ વિસ્તાર અને અજા વિસ્તારમાં પેવિંગ બ્લોક તેમજ જુના ગામમાં સીસી રોડના કામો ₹૬.૩૪ લાખ કુલ ૮૪.૪૦ લાખના કામો નું ખાતમુહરત કરવામાં આવ્યું તમેજ અગાઉ પૂર્ણ થયેલા કામોને પણ જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા, જેમાં. ગામના જુદા-જુદા વિસ્તારોમાં ₹૧૩ લાખના ખર્ચે થયેલા પેવિંગ બ્લોકના કામો.,રાત્રિના સમયે સુરક્ષા અને અજવાળું જળવાઈ રહે તે માટે ₹૩ લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટની સુવિધા. કુલ ૧૬ લાખના કામોનું લોકાર્પણ કરવમાં આવ્યું  કુલ ૧ કરોડ ૪ હજાર ના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *