bhavnagar

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ પતંગ ઉડાડવામાં મસ્ત હોય છે, પરંતુ આ દરમ્યાન પતંગની દોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જાય છે. આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈ-બહેનો માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી જીવદયા રક્ષક બની સેવા માટે તત્પર છે

ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી તથા ભાવનગર જિલ્લા વન વિભાગ ના માર્ગદર્શન અને સહયોગથી ઉત્તરાયણ દરમ્યાન ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે

આ હેતુસર ડૉક્ટર અને પ્રશિક્ષિત સ્ટાફ સાથે ચાર હેલ્પલાઇન વાન સતત ફરતી રહેશે. ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક જીવદયા રક્ષકો સેવારત રહેશે, જો આપને કોઈ પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષી નજરે પડે છે તો તુરંત પ્રેરણા ફાઉન્ડેશન હેલ્પલાઈન નમ્બર 6356371000 પર ફોન કરી મદદ મેળવી શકશે

અહેવાલ વિજય જાદવ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *