પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ:
પંચમહાલ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) ના સહયોગથી યોજાયેલ આ સેમિનારનો મુખ્ય વિષય “બાગાયત ક્ષેત્રના વિકાસ અને નિકાસ સંભાવનાઓ” હતો.
આ કાર્યક્રમ જાંબુઘોડા સ્થિત ‘સેન્ટર ઓફ એક્સીલેન્સ ઓફ હોર્ટિકલ્ચર’ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સેમિનારમાં ખેડૂતો અને ઉદ્યોગકારોને ફળ, ફૂલ અને શાકભાજીના પાકોની ગુણવત્તા જાળવવા, આંતરરાષ્ટ્રીય બજાર માટે પેકિંગ અને માર્કેટ લિંકેજ અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે APEDA માંથી સુબોધ શાહ અને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCA)ના દિપક કોઠાણી વિશેષ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિકાસની પ્રક્રિયા, ગુણવત્તા પ્રમાણપત્રો અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
















