ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ફ્લૅગ ઓફિસર ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા, રિયર એડમિરલ શ્રીતનુ ગુરુએ આજે ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રાજ્યપાલએ રિયર એડમિરલ શ્રીતનુ ગુરુને નવા દાયિત્વ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલએ રાષ્ટ્રની સમુદ્રી સુરક્ષા અને તટીય સંરક્ષણના ક્ષેત્રમાં ભારતીય નૌસેનાની મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
















