અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ નવીન ઉમિયાધામ નું સી.એમ શ્રી દ્વારા કરાશે લોકાર્પણ.
૭૨ રૂમ, ૨ સ્યુટ રૂમ સહિત મલ્ટિપર્પઝ હોલ, અન્નપૂર્ણા એ.સી.હોલ, લિફ્ટ અને પાર્કિંગ સ્પેસ સહિત સંઘ માટે રસોડા શેડ ની સુવિધા.
અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલ ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૨૫ જાન્યુઆરી ના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સંચાલિત શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ ના નવા બિલ્ડિંગ “જય સોમનાથ – ઉમિયાધામ “ ના લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરાયું છે.જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય મહેમાન પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ , મુખ્ય દાતા શ્રી બાબુભાઈ કે પટેલ ( ખોરજ વાળા – JSIW ઇન્ફ્રા)
સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ સાથે ડો. મમતાબેન વી .પંડિત ( ગાયત્રી ઉપાસક ,કથાકાર ) આશિર્વચન આપી કાર્યક્રમ ની શોભા વધારશે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તથા દાતા – શ્રેષ્ઠીઓ ના આર્થિક સહયોગ થી નિર્મિત અને અંબાજી મંદિર ની સૌથી નજીક ના અને હાર્દ સમા વિસ્તાર માં ઊભું કરાયેલ આ ઉમિયાધામ પરિસર યાત્રિકો ને નજીવા ભાવે આધુનિક અને ઉત્તમ સુવિધા સભર રહેઠાણ પૂરું પાડવાના ઉમદા હેતુસર નિર્મિત કરાયેલ છે.
જેમાં ચાર માળ ના આ નવા ભવન માં ૭૨ એ.સી. રૂમ તેમજ ૨ સ્યુટ રૂમ,મલ્ટિપર્પઝ હોલ, એ.સી.અન્નપૂર્ણા હોલ સહિત ગાર્ડન, લિફ્ટ અને પાર્કિંગ ની સુવિધા પણ ઉભી કરાયેલ છે તેમજ વર્તમાન માં કાર્યરત ૩૧ રૂમ સહિત કુલ ૧૦૫ રૂમ ની વ્યવસ્થા યાત્રિકો ને મળી રહેશે જ્યાંથી અંબાજી મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર ” શક્તિ દ્વાર “ તેમજ ગેટ નં.૯ ( ભૈરવજી મંદિર ગેટ ) થી અંદાજે ૨૦૦ થી ૩૦૦ મીટર ના અંતરાય માં જ આવેલ છે.જ્યાંથી ચાલતા સરળતા પૂર્વક મંદિર સુધી પહોંચી શકાય છે .રહેવા – જમવા ,બગીચા અને પાર્કિંગ સહિત ની વિશાળ જગ્યા ધરાવતું આ સ્થાન મંદિર ની નજીક હોવાથી યાત્રિકોને તમામ રીતે ઉપયોગી નીવડે તેવું છે .
રિપોર્ટર અમિત પટેલ અંબાજી
















