ક્ષત્રિય પરિવારના આંગણે દીકરા દીકરીના ઐતિહાસિક લગ્નનું આયોજન
મોરબી સ્ટેટની પ્રચલિત રોમન થીમ બનાવી મંડપ સજ્જા વગેરે ઝાકમઝોળ
ગઢડા(સ્વામીના) તાલુકામાં આવેલા આશરે ત્રણ હજારની વસ્તી ધરાવતા વીર યોધ્ધા હમીરજી ગોહિલના ઈતિહાસ સાથે જોડાયેલા ગોહિલવાડના ગિરાસદાર ગામ અને કાકાની ગઢાળી તરીકે જાણીતા ગઢાળી ગામમાં ક્ષત્રિય ગોહિલ પરિવારના આંગણે દીકરા દીકરીના લગ્ન પ્રસંગે ભારે ઉત્સાહપૂર્વ ત્રણ દિવસ સુધી જુદા જુદા પ્રસંગો યોજાશે. આ દરમિયાન ખોબા જેવડા પરંતુ ઐતિહાસિક વારસો ધરાવતા ગઢાળી ગામમાં ભારે ઉત્સાહ સાથે હેલિકોપ્ટરમાં કન્યા વિદાય કરાઇ હતી.
ગઢાળી ખાતે કર્મયોગી તરીકે જાણીતા દશરથસિંહ સુખદેવસિંહ ગોહિલના દીકરી જાનવીબા અને દીકરા પ્રિતરાજસિંહના લગ્ન પ્રસંગે ત્રણ હજાર કરતા વધારે મહેમાનોની આગતા સ્વાગત ઉપરાંત ખાસ મોરબી સ્ટેટની પ્રચલિત રોમન થીમ બનાવી મંડપ સજ્જા વગેરે ઝાકમઝોળ કરવામાં આવી છે.
આ પ્રસંગે દીકરી જાનવીબાનાં લગ્ન ખીજડીયા સ્થિત હાલ મોરબી રહેતા રઘુવીરસિંહ કરણસિંહ ઝાલાના દીકરા દેવમસિંહજી સાથે નિર્ધારિત થયા છે. ત્યારે ગરાસિયા ક્ષત્રિય પરિવારના રીત રિવાજ મુજબ મોરબીથી વેલનું આગમન થયું હતું.
તેમજ મોરબીથી ગઢાળી ખાતે ખાસ હેલિકોપ્ટર ઉતારી કન્યા વિદાય અને જવ તલયા ભાઈઓને સન્માનભેર હેલિકોપ્ટરમાં તેડી જવાયા હતા. આ ગઢાળી જેવા નાના ગામમાં હેલિકોપ્ટરનું આગમન થતા લોકો ઐતિહાસિક અને રજવાડી લગ્નની ઝાકમઝોળ નિહાળવા મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉમટ્યા હતા.
રિપોટર જયરાજ ડવ બોટાદ
















