જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…
ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…
રાજ્યના પોલીસ વડાએ કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી…
ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.
એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…
વાહકજન્ય રોગો સામે ગાંધીનગર મહાનગરપાલિકાનો રાત્રી સર્વે હાથ ધરાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ…
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સાયબર વર્કશોપ યોજાયો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ…
જિલ્લા ક્લેક્ટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે “જળ શક્તિ અભિયાન ૨૦૨૪” અંતર્ગત બેઠક યોજાઇ
એબીએનએસ ગોધરા: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી, ગોધરા…
બનાસકાંઠાના આદિવાસી નેતા નું મોટું નિવેદન,બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે બહારથી આવેલા અને જય જોહર બોલતા નેતાઓ ચેતી જજો આદિવાસી
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં સૌથી…
ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
એબીએનએસ, ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના ગોધરા…
ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: હાલમાં દિવાળીના તહેવારના તુરંત જ બાદ ગાંધીનગર…