રસ્તો ન હોવા છતાં ગઢડાની 108 ટીમ એક કીલોમીટર ચાલીને પહોંચી , સફળ ડીલવરી કરાવી માતા બાળકનો જીવ બચાવ્યો
બોટાદ જીલ્લાના ગઢડા લોકેશન ટીમ ને ૧૦૮ ઇમરજન્સી સેવા માં ફોન આવેલ કે ગઢડા તાલુકાના રામપરા ગામે ઘેલા નદી ને ધાર વિસ્તારમાં અમો રહીયે છીએ ને અમારે ત્યાં મહિલાને પ્રસુતિ નો દુઃખાવો શરૂ થઈ ગયેલ હોય તો તાત્કાલિક સારવાર જરૂરી હોય એવું જણાવતા ગઢડા લોકેશન ના ઇ.એમ.ટી પંડ્યા ધ્રુવકુમાર ને પાઈલોટ રઘુવીરસિંહ ગોહિલ તાત્કાલિક ધોરણે સ્થળ પર જવા માટે નીકળી ગયા હતા
ત્યારે સ્થળ પર પહોંચી ને તપાસ કરતા ત્યાં એમ્બ્યુલન્સ જય શકે એમ નોહતી. ત્યારે 108 સ્ટાફ એક કિલોમીટર ચાલીને સ્થળ પર પોહચી ને માતા ને ચેક કરતાં બાળકને નાડ ગળે વીટાય ગયેલ હોય ને અસહ્ય પીડા હોવાથી સ્થળ ઉપર જ પ્રસુતિ થઈ જાય એવું માલુમ પડતાં દર્દી મહિલા સગર્ભા ને અસહ્ય દુઃખાવો હતો દર્દી ના ઘરે લાઇટ ની સુવિધા નો હોય ને ફોન ની ફ્લેશ લાઇટ પર જ પ્રસુતિ કરાવવાની ફરજપડતા તેવું લાગતા પંડ્યા ધ્રુવકુમાર ને પાઈલોટ રઘુવીરસિંહ ગોહિલ દ્વારા ઘરે સ્થળ પર ડીલીવરી કરાવામાં આવી હતી ,
ત્યારે પોતાની સૂજબુજ અને તાલીમ ના અનુભવ ના આધારે માતા ને નોર્મલ ડિલેવરી કરાવી ૧૦૮ ટીમ દ્રારા સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી, જ્યાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો.
માતાની સહી સલામત પ્રસૂતિ કરાવી ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, દવાઓ તથા ટેકનીકનો ઊપયોગ કરીને માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો, ત્યારબાદ ગઢડા સિવિલ હોસ્પિટલખાતે વધું સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં માતા ને બાળક નોર્મલ હોય ત્યારે પરિવારે ૧૦૮ ના કર્મચારીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પણ કામગીરી બીરદાવમા આવી હતી,
આ બાબતે ૧૦૮ ટીમના બોટાદ જિલ્લાના યુવા અધિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રૌગામ મેનેજર કપિલ સોલંકી સાહેબે પણ અભિનંદન પાઠવ્યા હતા
















