તાઉ’તે સંભવિત વાવાઝોડાની આરોગ્ય કટોકટી માટે ૨ આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ફાળવવામાં આવી
………………………..
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ ૧૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં સજ્જ
………….
અમદાવાદ જિલ્લામાં તાઉ’તે સંભવિત વાવાઝોડાની તમામ અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
અમદાવાદ જિલ્લાની આરોગ્ય સંજીવની સમી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ કોઇપણ પ્રકારની આરોગ્ય કટોકટી નો સામનો કરવા માટે જિલ્લા સાથે કદમ થી કદમ મિલાવીને કાર્ય કરી રહી છે.
અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં ૧૭ જેટલી એમ્બ્યુલન્સ અને ૨ આઇ.સી.યુ. ઓન વ્હીલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનો કાફલો જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલેની સૂચનાથી તહેનાત કરી દેવામાં આવ્યો છે.
તાઉ તે ની આફત ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેએ ૧૦૮ સેવાઓને વિવિધ પ્રકારે સતર્ક અને તૈયાર રહેવાનો અનુરોધ કર્યો છે.જેના ભાગરૂપે ૧૦૮ સેવા દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં કોઈપણ પ્રકારની આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ની જરૂરી તૈયારીઓ સાથે ૧૦૮ સેવાની કુલ ૧૧૦ એમ્બ્યુલન્સો નો કાફલો વાહન ચાલકો અને પૂરતાં બળતણ, ઓકસીજન, ફાયર એકસ્ટિંગવિશર જેવી તમામ સાધન સુવિધા સાથે સુસજ્જ રાખવામાં આવ્યો છે.
તાઉ’તે ની અસરને પહોંચી વળવા ફાળવવામાં આવેલી ૧૯ એમ્બ્યુલન્સ પૈકી ૨ એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ થી અને ૧૭ બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમ થી સજ્જ છે.