શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં કોરોના કહેરને લઈને અંબાજી મંદિર સહિત ના ધર્મસ્થાનો ભકતો માટે બંદ રાખવામાં આવ્યાં છે ત્યારે અંબાજી થી 3 કિલોમીટર દુર જંગલ માં આવેલુ છે પ્રાચીન ચૂંદડીવાળા માતાજીનાં આશ્રમ ખાતે પણ ભકતો વીના માતાજીની પ્રથમ પુણ્ય તિથી નીમીતે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ગબ્બર પર્વત પાસે પહાડો વચ્ચે રહેતા ચૂંદડીવાળા માતાજી છેલ્લાં 76 વર્ષ થી અન્ન જળ વીના રહેતા હતા અને માતાજીની આરાધના કરતા હતા ત્યારે 26/5/2020 ના રોજ ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે બ્રહ્મલીન થઇ ગયા હતા અને અંબાજી નજીક આવેલા આશ્રમ ખાતે 28/5/2020 ના રોજ તેમને સમાધી આપવામાં આવી હતી ત્યારે આજે માતાજી ની પ્રથમ પુણ્યતિથી હોઇ કોરોના કહેર વચ્ચે માત્ર આશ્રમ ના ભક્તગણ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી અને માતાજીને 56 ભોગ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે જશુભાઇ પટેલ અને આશ્રમ ના ભક્તગણ ખૂબ ઓછી સંખ્યામાં હાજર રહ્યા હતા. આંજે બુદ્ધ પૂર્ણિમા હોઇ મંદીર ભકતો માટે બંદ રાખવામાં આવ્યું હતું