કાર્યક્રમ અંતર્ગત કોલેજના આચાર્યશ્રી ડૉ.એચ.વી.સેંજલિયા દ્વારા વિદ્યાર્થીઓને હિન્દી ભાષાના મહત્વ તથા એના ઉપયોગ વિશે પ્રેરણા આપવામાં આવેલ. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે KRVG કન્યા વિદ્યાલય ગઢડાના આસી. ટીચર શ્રીમતી દીપાબેન નાંધા દ્વારા હિન્દી ભાષાના આંતરરાષ્ટ્રીય મહત્વ અને સ્થાન અંગેનું મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ સાથે કોમર્સ વિભાગની બહેન ચૌહાણ પ્રીતિ એ હિન્દી ભાષા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે કોલેજના પુસ્તકાલય વિભાગ દ્વારા હિન્દી ભાષાના પુસ્તકોનું પ્રદર્શન પણ આયોજીત કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ડૉ. એ. ડી. લાણીયા અને ડૉ. આર એ. વાઢેર અને શ્રી ચંદ્રેશભાઈ ચૌહાણ દ્વારા આયોજીત કરવામાં આવેલ. જેમાં ડૉ. આઈ જે. સુતરીયા, ડૉ. એચ. એલ. મોરી, ડૉ. વી. એસ. ચૌધરી મુલાકાતી અધ્યાપકગણ, અન્ય કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
















