Devotional

કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિવસનું તિલક કુરુક્ષેત્રમાં યોજાયું

કુરુક્ષેત્ર ( તખુભાઈ સાંડસુર દ્રારા)
પૂ. મોરારિબાપુની વ્યાસપીઠમાં ચરૈવૈતિના મંત્ર સાથે લઈને ગતિસ્તમ્ કરતી “માનસ ભારત સ્વસ્તિક યાત્રા” ઉત્તર ભારતના મથુરામાં આઠમાં દિવસે તા 17/10 આવી પહોંચી હતી. ત્યાર પછીનો નવમો દિવસ 18/10 તે કુરુક્ષેત્રમાં હતો.આઠમો અને નવમો દિવસ મહાભારતના સંદર્ભના દિવસો ગણી શકાય કારણ કે કૃષ્ણ જન્મ અને કૃષ્ણ કર્મ એટલે કે જન્મ થયો અને અસત્યના સંહાર માટે જ્યાં યુદ્ધ થયું તે કુરુક્ષેત્ર તે બંને દિવસો મહાભારતના સંદર્ભમાં મહત્વના હતા.

પૂ.મોરારિબાપુએ ‌મથુરામાં પોતાનુ ચિંતન વ્યક્ત કરતા કહ્યું કે સમગ્ર દુનિયા કૃષ્ણ જન્મભૂમિને મુક્ત થવાના સમયની રાહ જોઈ રહી છે.કળિયુગમાં હવે પરમ અવતાર ભગવાન કૃષ્ણની મુક્તિ મળવી જોઈએ.સમય જ્ઞાન વ્રજની દેન છે.આપણે પરિક્રમા કથા કરી ચૂક્યા છીએ.આ ભૂમિ નિમ્બાર્ક પરંપરાની ભૂમિ છે.

આ વ્રજભૂમિની રજ અને રસ પાવનકારી છે.સુરથી વિપરિત કૃષ્ણને કંઈ પ્રિય નંથી માટે સુરદાસ કૃષ્ણને પોતાના લાગ્યા.વ્રજ ગોપાલનનો અનુરોધ કરે છે.સૌએ તે કરવું જોઈએ.નિરંતર ચિંતન કરે તે પરમ સાધુ છે.દશાશં પણ હરિનામ છે.

પૂ.બાપુએ કુરુક્ષેત્રમા જણાવ્યું કે અતિનિદ્રા,નિંદા સાંભળવામાં રુચી તે, અતિ ભોજન ભજનના કેન્દ્રથી દુર લઈ જાય છે.અતિ ક્રોધ‌, અતિ વિલાસ નહીં પણ ચૈતસિક વિલાસ જ જરુરી છે.અતિ સંગ્રહ પણ નહીં,અર્થની ટીકા નથી પણ એક મર્યાદાથી વધું નહીં.

જેને કશું નથી જોતુ તે શહેનશાહના શહેનશાહ છે. કળિયુગમાં કૃષ્ણ ભજન આપણો સારથી છે. યુદ્ધ પછી કુરુક્ષેત્ર બુદ્ધ થઈ ગયું હતું તેથી આનંદ હી આનંદ હોય.બાપુએ મથુરામાં રાસોત્સવ અને કુરુક્ષેત્રમાં કરતાલથી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.

કૈલાશ અને ચિત્રકૂટ નામની બંને ટ્રેનો પોતાના નિર્ધારિત સમય અનુસાર વિવિધ સ્થાનો પર પહોંચીને કથાના સમયને નિભાવી રહી છે.સાથે જોડાયેલાં યાત્રાળુઓ પણ ભજન -દર્શન નો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે.
કુરુક્ષેત્ર કથા પછીનો પડાવ વાઘા બોર્ડર તા.19 ના રહેવાનો છે. અત્રે એ નોંધપાત્ર છે કે આ કથા કુલ 12 દિવસ સુધી ગાયન થવાનું છે.કારણકે સ્વસ્તિકમા કુલ 12 જેટલા દર્શનનુ મહત્વ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 30

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *