Devotional

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

ગીતા સંદેશ સ્થળી કુરુક્ષેત્ર સ્થાનમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને પહોંચી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા

ગીતા સંદેશ સ્થળી કુરુક્ષેત્ર સ્થાનમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પહોંચી. શ્રી મોરારિબાપુએ ભાવ જણાવ્યો કે, ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

ભારતવર્ષની અનોખી રામકથા યાત્રાનો લાભ સેંકડો ભાવિક યાત્રિકોને સાથે રહીને અને સેંકડો શ્રોતાઓ અલગ અલગ તીર્થસ્થાન પર પહોંચીને લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુના નેતૃત્વ સાથે ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પહોંચી, જ્યાં તીર્થ દર્શન સાથે કથામૃત લાભ મળ્યો છે.

શનિવારે કૃષ્ણ જન્મસ્થાન મથુરાથી નીકળી ગીતા સંદેશ સ્થળી કુરુક્ષેત્ર સ્થાનમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને આ રામકથા રેલગાડીઓ પંહોચી. અહીંયા શ્રી મોરારિબાપુએ ભાવ જણાવ્યો કે, ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.! ભારત જ્યારે ભજન ચૂક્યું છે, ત્યારે સ્વસ્તિક ચૂક્યું છે.

શ્રી મોરારિબાપુએ ભજનના કેન્દ્ર સ્વસ્તિકથી દૂર થવાના લક્ષણો સમજાવ્યાં. ભજન વિમુખીઓનો સંગ, બિનજરૂરી બોલવું, અકારણ ભીડનો હિસ્સો બનવું, અતિ નિદ્રા લેવી, નિંદા સાંભળવી, અતિ ભોજન, અતિ ક્રોધ, અત્યંત વિલાસી, અતિ સ્પૃહા… વગેરે જીવન સ્વસ્તિકથી દૂર લઈ જાય છે.

સલાહો આપનારા પ્રત્યે સદભાવ વ્યક્ત કરવાં સાથે શ્રી મોરારિબાપુએ હળવો વ્યંગ કરી ગુજરાતી ભેજનિક શ્રી નારાયણસ્વામી દ્વારા ગવાયેલ સુપ્રસિધ્ધ ‘શું પૂછો છો મુજને, કે હું શું કરું છું ?…’ ગાન કર્યું.

રામકથાના નવમાં દિવસે કથામાં શક્તિ વંદના ગાન કરીને હરિયાણામાં કુરુક્ષેત્ર બાદ દસમાં દિવસની યાત્રા માટે આ વિશેષ ગાડીઓ પંજાબનાં વાઘા અટારી સરહદ પર પ્રસ્થાન થયેલ.

રામકથાના આ વિશિષ્ટ યાત્રા ઉપક્રમ સાથે જોડાયેલાં ભાવિક યાત્રિકો સ્થાનિક તીર્થ દર્શન લાભ લઈ રહ્યાં છે. કુરુક્ષેત્ર સ્થાનમાં કૃષ્ણ અર્જુન ગીતા સંદેશ સ્થાન, ભીષ્મપિતા બાણશૈયા સ્થાન વગેરે લાભ લીધો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 30

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *