Latest

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ સાધ્યો

પોરબંદર, તા. ૧૮: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદર લોકસભાના સાંસદ શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગર વિસ્તારમાં સફારી દરમિયાન ૧૪૭ વર્ષ બાદ ફરી વસવાટ કરતા સિંહનાં દર્શન કર્યા હતા. આ તકે તેમણે બરડા વિસ્તારની પ્રાકૃતિક સંપદા અને વન્યજીવ સંરક્ષણની કામગીરીની જાણકારી મેળવી હતી.

સફારી દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈને ત્યાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન બરડા અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારોને સ્વૈચ્છિક રીતે અભયારણ્યની બહાર પુનઃસ્થાપિત કરવાની યોજના અંગે ચર્ચા કરી હતી. માલધારી પરિવારોના હિતોનું ધ્યાન રાખીને તેમને યોગ્ય સુવિધાઓ અને પુનઃસ્થાપનના વિકલ્પો ઉપલબ્ધ કરાવવાના મહત્વ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી.

આ તકે જામ ખંભાળિયાના ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદગુડે, અગ્રણીશ્રી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેશભાઈ ભૂતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *