Devotional

સત્ય સમાન કોઈ ધર્મ નથી – શ્રી મોરારિબાપુ

રાષ્ટ્રની સીમા પર અસીમ સનાતન રામકથા ગાન

રાષ્ટ્રની સરહદ વાઘા સીમા પર શ્રી મોરારિબાપુએ સનાતન રામકથા ગાન કરતાં કહ્યું કે, સત્ય સમાન કોઈ ધર્મ નથી.

ભારતવર્ષની ઐતિહાસિક ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પડાવ આજે નવમાં દિવસે રાષ્ટ્રની સરહદ વાઘા સીમા પર રહેલ.

‘મંગલ ભવન અમંગલ હારી…’ ચોપાઈ ગાન કેન્દ્રમાં રાખી યોજાયેલ અનોખી રામકથા યાત્રા વાઘા સરહદ પર પહોંચેલ. અહીંયા ગુરુ નાનકદેવજીના સ્મરણ સાથે નાનકીય પરંપરામાં ગ્રંથનિષ્ઠા પર અહોભાવ વ્યક્ત કરતા શ્રી મોરારિબાપુએ આ ભૂમિની વંદના કરી. શ્રી મોરારિબાપુએ ગુરુનાનક દેવજી દ્વારા ‘એક ૐકાર સતનામ…’ મંત્ર સૂત્રનો ઉલ્લેખ કરી સનાતન રામકથા ગાન કરતાં કહ્યું કે, સત્ય સમાન કોઈ ધર્મ નથી.

આજના ક્ઠબોધમાં આગળ વધતા શ્રી મોરારિબાપુએ ધર્મ મૂલ્યોના મંત્ર સૂત્રો આપતાં કહ્યું કે, સત્ય સમાન કોઈ ધર્મ નથી, મૌન સમાન કોઈ તપ નથી, વિવેક વિચાર સિવાય કોઈ જ્ઞાન નથી, ત્યાગ સિવાય કોઈ શાંતિ નથી, જપ સમાન કોઈ યજ્ઞ નથી, ક્રોધ સિવાય કોઈ અગ્નિ નથી, નિંદા સમાન કોઈ નર્ક નથી આ સાથે ઉમેરતાં કહ્યું કે, પ્રેમ સમાન કોઈ પ્રાપ્તિ નથી. શ્રી મોરારિબાપુએ કહ્યું કે, શ્રેષ્ઠનો સ્વિકાર એ વૈરાગ્ય છે.

શ્રી મોરારિબાપુએ સંગત અને પંગતની આ ભૂમિ પંજાબ એ સંત, શુરા, બલિદાન, દાતા સાથે શ્રી ગુરુનાનક દેવજીની ભૂમિ પ્રત્યે ગૌરવ સાથે અહોભાવ પ્રસ્તુત કર્યો.

કન્યાકુમારીથી પ્રસ્થાન થયેલ આ યાત્રા રવિવારે અમૃતસર રાત્રી રોકાણ કરી સુવર્ણ મંદિર દર્શન લાભ લઈ સવારે રાષ્ટ્રની સરહદ વાઘા અટારી ક્ષેત્ર પર પહોંચેલ.

અહીંથી આગલા દિવસની ક્થા માટે જમ્મુ સ્થિત શ્રી રઘુનાથ મંદિર સ્થાન તરફ આ યાત્રા આગળ વધેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 30

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *