Devotional

કસ્તૂરીનગર નવરાત્રી મહોત્સવમાં ભવ્ય તલવાર રાસે જમાવ્યું આકર્ષણ

અહેવાલ – વિજયસિંહ ચુડાસમા

બોટાદના બરવાળાથી પધારેલા ક્ષત્રિય સમાજની બાળાઓ અને મહિલાઓએ શૌર્ય, સાહસ અને સંસ્કૃતિની કરાવી અનોખી ઝાંખી

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે IFFCO ટાઉનશિપ, કસ્તૂરીનગર, કલોલ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભવ્ય પરંપરાગત તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળાથી પધારેલા ક્ષત્રિય સમાજની બાળાઓ અને મહિલાઓએ તલવાર રાસની રોમાંચક રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

IFFCO પરિવાર માટે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં બાળાઓ અને મહિલાઓએ શૌર્ય, સાહસ, શિસ્ત અને પરંપરાગત સંસ્કૃતિનું અદભુત પ્રદર્શન કર્યું હતું. તલવાર રાસની કલાત્મક અને પ્રભાવશાળી રજૂઆતથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ગુંજી ઊઠ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ તાળીઓના ગડગડાટ સાથે આ રજૂઆતને વધાવી હતી.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન શ્રીમતી અલ્પાબા વિજયસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે IFFCO કલોલના યુનિટ હેડ શ્રી પી. કે. સિંહની મંજૂરી અને સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ નવરાત્રી સમિતિના પ્રમુખ, સચિવ, કમિટીના તમામ સભ્યો, IFFCO પરિવાર તથા કર્મચારી સંઘના સહયોગની સરાહના કરવામાં આવી હતી.

IFFCO કર્મચારી સંઘ, કલોલના અધ્યક્ષ તથા ઓલ ઇફકો યુનિયનના કો-ઓર્ડિનેટર શ્રી અમિત પટેલ અને મહામંત્રી શ્રી પરેશ ટિંબડિયાના આમંત્રણને માન આપી ટૂંકા સમયમાં આ ભવ્ય પ્રસ્તુતિ આપવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે શ્રી વિજયસિંહ ચુડાસમા અને શ્રીમતી અલ્પાબા ચુડાસમાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં IFFCOના વરિષ્ઠ અધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંપરા, શૌર્ય, ભક્તિ અને સંસ્કૃતિના અદ્ભુત સંગમ સમાન આ તલવાર રાસે કસ્તૂરીનગરના નવરાત્રી મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.

કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામ મહાનુભાવો, આયોજકો અને સહયોગીઓનો IFFCO કર્મચારી સંઘ, કલોલ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 30

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *