વાપી ૧
શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ સૌરાષ્ટ્રના વાવઝોડા પીડિતોને અગાઉ તાત્કાલિક રાહત પેટે ત્રણ ટેમ્પાભરી ફૂડ પેકેટ, શાકભાજી વગેરે રાહત સામગ્રી વિતરણ કરવામાં આવી હતી એની સાથે જ જે ઘરોના છાપરા ઉડી ગયા અને નવી છત બનાવવા નળિયાની જરૂરિયાત હોય તેવા અસરગ્રસ્તોનો સર્વે કરી ખરેખર તાત્કાલિક જરૂરિયાત મંદોને ૫૦ હજાર નળિયા વિતરણ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચલા વાપી દ્વારા સંતોની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવતા અસરગ્રસ્ત પરિવારોમાં આનંદ સાથે રાહતની લાગણી નિહાળવા મળી હતી.
‘તૌક્તે’ વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત બનેલા સૌરાષ્ટ્રના કોદીયા. મોટા માણસા, ભાવરડી, પીંછડી, ચરખડીયા, પાતાપર વિગેરે ગામોમાં પીડિતોના ઘરોના છાપરા ઉડી ગયા હોય ચોમાસા પહેલા તેમના ઘરોની નવી છત તૈયાર થઇ જાય અને પરિવાર ફરી પૂર્વવત પોતાના ઘરમાં યોગ્ય રીતે રહેતો થાય તે માટે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચલા વાપી દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ૫૦ હજાર નળિયા વિતરણ કરવામાં આવ્યું હતું
નોંધનીય છે કે કુદરતી આફતના ટાણે તંત્રની હાકલની વાટ જોયા વીના રાહત સામગ્રી પહોચડવા માનવીય ઉત્તર દાયિત્વ નિભાવવા હંમેશા તત્પર રહેતા એવા વલસાડ જીલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામે કાર્યરત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના પૂજ્ય સંતો દ્વારા દાતાઓના સહયોગથી ‘તૌક્તે’ વાવાઝોડા થકી સૌરાષ્ટ્રના ગામડામાં ખાનાખરાબીના સમાચાર મળતા જ સંસ્થાના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફના યોગદાન થકી પ્રત્યેક કીટમાં દરેક પ્રકારના 5 કિલો શાકભાજી સાથે લીંબુ, આદુ ,મરચા, ધાણા 5 કિલો બટેટા, 5 કિલો ઘઉ નો લોટ, 5 પાણી ની બોટલ, 1 કિલો ગાંઠિયા, 1 કિલો ચવાણું, સુખડી વિગેરે તાત્કાલિક જરૂરિયાતની ચીજ વસ્તુની ૧ હજાર કીટ તૈયાર કરી તારીખ ૨૦-૫-૨૦૨૧ ના રોજ પહોચી 3 મોટા ટેમ્પા ભરી ને સૌરાષ્ટ્ર ના સાવરકુંડલા સરખડીયા ખાંભા બારપટોળી ભાડ સાજણાવાવ માણેકનેસ શેલણા વિગેરે ગામો માં સલવાવ વાપીથી કિટોનું વિતરણ કરવા પુ. કપિલસ્વામી, ઘનશ્યામસ્વામી, રામસ્વામી, બાબુભાઇ વિગેરેના હસ્તે અસરગ્રસ્ત ગામોમાં 3 દિવસ રોકાઈને આ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ રાહત સામગ્રી વિતરણ સાથે રૂબરૂ પહોચેલા સંતગણ ને આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોના છાપરા ઉડી જતા તેના સર્વેનું કાર્ય હાથ ધરી અને ફરી દાતાઓના સહયોગથી કોદીયા, મોટા માણસા, ભાવરડી, પીંછડી, ચરખડીયા, પાતાપર જેવા ગામોમાં જરૂરિયાત લોકો ને ઘેર ઘેર પહોંચી 5 ટ્રકમાં ભરી 50000 નળીયા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પુ. કપિલસ્વામી, પુ. ઘનશ્યામસ્વામી, પુ. રામસ્વામી વિતરણ માં સાથે રહ્યા હતા.