ભારત દેશ ખેતી પ્રધાન અને નદી ઓનો સમૃધ્ધ દેશ છે, સમગ્ર દેશમાં જોઇએ તો કાશ્મીર થી કન્યાકુમારી સુધી વિશાળ ઝાડ અને સુંદર પર્યાવરણ નો નજારો જોવા મળે છે, ભારત અને વિશ્વમા પર્યાવરણ ની મુખ્ય જવાબદારી વનવિભાગ ની ગણાય છે ત્યારે 5 જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોઈ અંબાજી નજીક આવેલા પાનસા નર્સરી ખાતે 108 તુલસીનાં છોડ નું વાવેતર કરવામાં આવ્યું હતું અને દાંતા પોલીસ સ્ટેશન મા 125 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું આ સિવાય તાલુકાના અલગ અલગ જગ્યાએ વાવેતર કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારી પી એમ ભૂતડીયા પણ હાજર રહ્યા હતા.
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોઈ અંબાજી, દાંતા અને તાલુકાના વિવિધ સ્થળોએ રોપા નું વાવેતર કરવામાં આવ્યું હતું. અંબાજી થી 5 કિલોમીટર દુર આવેલા પાનસા ગામે પણ આવેલી વન વિભાગની નર્સરી ખાતે 108 તુલસી ના રોપા નું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ સિવાય પાનસા જંગલ વિસ્તારના ભાગમાં કંટુર ટ્રેંચ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી અને અંબાવન ખાતે વન વિભાગ ના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહી પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો, આ સિવાય દાંતા પોલીસ સ્ટેશન મા પણ 125 રોપાઓ વાવવામાં આવ્યા હતા અને દાંતા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એચ એલ જોષી તેમના સમગ્ર સ્ટાફ સાથે હાજર રહી પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો.
:- અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પણ યોજયો કાર્યક્રમ :-
5 જૂન પર્યાવરણ દિવસ હોઈ અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે અંબાજી મંદિર ના વહીવટદાર, સિવિલ ના ડોકટરો , ભાજપના આગેવાનો સહિત પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા. જેમાં હેડ ડોકટર શોભા ખંડેલવાલ, આરએમઓ રાજ સારસ્વત સહીત અન્ય ડોકટર અને વિવિધ હૉસ્પિટલ સ્ટાફ દ્વારા રોપા વાવવામાં આવ્યા હતા.
અંબાજી મંડળ ના નવા વરાયેલા પ્રભારી રેખાબેન ખાનેચા, ઈશ્વરસિંહ સોલંકી અંબાજી ભાજપ મંડળ ના દેવેન્દ્ર વ્યાસ, સુનીલ બ્રહ્મભટ્ટ, મૃગેશ મહેતા, લલિત પંચાલ, વિજય દેસાઈ સહીત અન્ય ભાજપ આગેવાનો અને પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા, અંબાજી ભાજપ દ્વારા અંદાજે 501 રોપાઓ અંબાજી અને આસપાસ નાં વિસ્તારોમાં રોપવામાં આવ્યા હતા અને કોવિડ સેન્ટર ખાતે પણ કોરોના દર્દી ના સગા વહાલા દ્વારા પણ રોપાઓ વાવવામાં આવ્યા હતા.