Devotional

કથા ગંગા સ્વરુપ હોય છે તેથી નીત નૂતન છે: મોરારિબાપુ

બધા ધર્મસ્થાનો તીર્થ સ્થાનોમાં બદલાશે:મોહન યાદવ

ઉજ્જૈન (તખુભાઈ સાંડસુર દ્વારા)
માનસ ભારત સ્વસ્તિક યાત્રા આજે ચતુર્થ ચરણમાં અવંતિકા નગરી ઉજ્જૈનમાં મહાકાલના શ્રી ચરણોમાં પહોંચી હતી. આ તીર્થસ્થાન દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. એટલું જ નહીં પરંતુ કૃષ્ણ, સુદામા, બલરામ વગેરેએ જ્યાં અભ્યાસ કર્યો છે તે ગુરુકુલમ પણ અહીં છે. જેથી આ નગરીનું ધાર્મિક ઐતિહાસિક મહત્વ ઘણું છે.

‌ પુ.મોરારિબાનુની કથા ક્રમની 986 મી “માનસ ભારત સ્વસ્તિક યાત્રા” દ્વિતીય ચરણનુ 4505 કિલોમીટર અંતર રહેવાનું છે. શારદાપીઠ દ્વારકા થી શરૂ કરીને ગોવર્ધનપીઠ જગન્નાથપુરીની આ યાત્રા શંકરાચાર્યની પાવનભૂમિ જગન્નાથ ભગવાનના ચરણોમાં વિરામ પામશે.
ચતુર્થ ચરણમાં આજે તા.17/11 ના બાપુએ કથા વાણીમાં કહ્યું કે આ નગરીમાંની યાત્રા કરવાનું વારંવાર મન થાય છે કારણ કે અહીં એવા મહાપુરુષની ભૂમિ છે કે જે આપણી આંખને ભીની કરે છે.

સને 2028 માં કુંભ થવાનો છે ત્યારે બાપુએ આજે કથા દરમિયાન “માનસ મહાદેવ” મહાકુંભની કથા ગાવાનો મનોરથ જાહેર કર્યો હતો.

બાપુએ પ્રારંભમાં કહ્યું કે આપણા શરીરના ધડથી મસ્તકનો ભાગ અને કટી ભાગથી નીચેનો ભાગ કાઢી નાખીએ તો પાછળ આપણું ધડ બચે છે .ધડ એ મહાકાલ છે આપણા શરીરનું એ ધડ શિવલિંગ છે.તેથી આપણે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે શક્ય હોય તો રુદ્રાષ્ટકનો પાઠ કરવો જોઈએ.

10 રુદ્રાષ્ટક ફુલ 8 બંધ છે. તેમાંથી એકાદ બંધ જો પણ આપણે બોલીએ તો શિવ પૂજા થઈ જાય છે.ઘણાં સ્વસ્તિક મનમાં સ્ફુરે છે. શંકરાચાર્યજીએ ચાર વસ્તુ મુખ્ય ગણાવી છે. જેમાં ભસ્મ,ભિક્ષા, ભૂત અને ભંજન અને આપણે જાણી શકીએ.આ બધાનું સ્મરણ મંગળ કરે. પ્રેમ પરીક્ષાનો વિષય નથી પરંતુ પ્રતીક્ષાનો વિષય જ્યાં પરીક્ષા છે ત્યાં પ્રેમ નથી.કથા નીત નુતન છે તેથી તે પ્રવાહી ગંગા સ્વરુપ છે.

આજે કથામાં કથા દરમિયાન અંત ભાગમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ ઉપસ્થિત રહીને પોતાનો મનોભાવ વ્યક્ત કરતા કહ્યું કે મધ્યપ્રદેશના ધર્મસ્થાનો પછી તે કૃષ્ણ હોય, રામના હોય કે શિવના હોય બધાં જ સ્થાનોને તીર્થ સ્થાનો તરીકે વિકસાવવાનું અભિયાન મારી સરકાર ચલાવી રહી છે.

ગાય માટે અને પ્રાકૃતિક ખેતી માટે પણ સરકાર જન કલ્યાણના કાર્યક્રમમાં હાથ ધરી રહી છે. આજે બાપુના દર્શન કરીને એક રીતે સને 2028 ના કુંભનો પ્રારંભ થઈ ગયો છે તેમ કહું તો ખોટું નથી.

કથાના ક્રમમાં આજે શિવ સતીને કથા સંભળાવે છે અને રામનું મહત્વ અને રામાવતારનું કાર્ય તેના પર સંવાદ થયો હતો. આવતીકાલે તારીખ 18 ના રોજ નાગપુરમાં રામ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે.

સમગ્ર કથાનું આયોજન જે રીતે મિરાજ ગ્રુપના શ્રી મદનલાલ પાલીવાલ તથા શ્રી રૂપેશભાઈ વ્યાસ (ઈંદોર) કરી રહ્યા છે. તે ન ભૂતો ભવિષ્યતિ જેવું અસ્મરણિય કહી શકાય તેમ છે.આજે સાંજે ઉજ્જૈનના રેલવે પ્લેટફોર્મ ઉપર સાંધ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરના આંગણે

ડાકોર (તખુભાઈ સાંડસુર દ્વારા) પૂ. મોરારિબાપુના વ્યાસાસને કથાની પદ્ધતિઓના જે રીતે…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા.ઐતિહાસિક ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયેલ વિશિષ્ટ આયોજન

દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *