શ્રી મોરારિબાપુ દ્વારા રેલમાર્ગે યોજાયેલ સનાતન ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા ઉપક્રમનો મળ્યો લાભ
શ્રી મોરારિબાપુ દ્વારા રેલમાર્ગે યોજાયેલ સનાતન ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા ઉપક્રમનો ભાવિક યાત્રીઓને લાભ મળ્યો છે. સંકીર્તન, સત્સંગ અને તીર્થદર્શન સાથે કન્યાકુમારીથી કેદારનાથ રામકથા યાત્રાની સૌએ મોજ માણી છે.
આ પખવાડિયામાં શનિવાર તા.૧૦થી શુક્રવાર તા.૨૩ દરમિયાન રેલમાર્ગે યોજાયેલ સનાતન ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા ઉપક્રમનો ભાવિક યાત્રીઓને લાભ મળ્યો છે.
શ્રી મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી સનાતન ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા ઉપક્રમ દરમિયાન અલગ અલગ તીર્થસ્થાનોમાં લાભ મળવા સાથે કેટલાંક રેલમથકો પર વિશેષ સત્સંગ સંકીર્તન અને વાર્તાલાપ થતાં રહ્યાં.
તમિલનાડુમાં કન્યાકુમારીથી પ્રારંભ થયેલ રામકથા યાત્રા કેરળમાં કાલડી, કર્ણાટકમાં શ્રૃંગેરી અને હમ્પી, મહારાષ્ટ્રમાં તુલજાપુર, મધ્યપ્રદેશમાં ૐકારેશ્વર અને ઝાંસી, ઉત્તરપ્રદેશમાં મથુરા, હરિયાણામાં કુરુક્ષેત્ર, પંજાબમાં વાગા અટારી સીમાક્ષેત્ર, જમ્મુમાં શ્રી રઘુનાથ મંદિર અને સમાપનમાં ઉત્તરાખંડમાં કેદારનાથનું આયોજન રહ્યું.
આ રામકથા યાત્રામાં ભાવિક શ્રોતાઓ, ભજન સંતવાણી આરાધકો, કથાકારો, સાહિત્યકારો અને કથાપ્રેમીઓ દ્વારા અનુકુળતા મુજબ કેટલાંક રેલમથકો પર શ્રી મોરારિબાપુના સાનિધ્ય સાથે સત્સંગ મોજ માણી છે.
















