Latest

ઐતિહાસિક વડનગરની ધરા પર જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું ભવ્ય આયોજન

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં સહભાગી થઈ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

ભગવાન હાટકેશ્વર મહાદેવના દર્શન કરી મંત્રીશ્રીએ જનસુખાકારી અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી

વડનગર: ૧૯ નવેમ્બર,૨૦૨૬

ઐતિહાસિક નગરી વડનગરની પવિત્ર ધરા પર શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક અને મંગલકારી મહોત્સવના નવમા દિવસે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વિશેષ હાજરી આપી હતી. મંત્રીશ્રીએ વૈદિક મંત્રોચ્ચારના પાવન વાતાવરણ વચ્ચે યજ્ઞશાળાના દર્શન કરી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વડનગરના આદ્યદૈવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન મહાદેવના દર્શન કરી મંત્રીશ્રીએ સમગ્ર રાજ્યની જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મહાયજ્ઞના પવિત્ર માહોલમાં મંત્રીશ્રીની ઉપસ્થિતિએ ભક્તો અને શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જગાડ્યો હતો.

મંત્રીશ્રીએ વડનગર સ્થિત આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજીના પ્રત્યક્ષ દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. જગદગુરુ સાથેની આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ દેશ અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે હેતુથી યોજાયેલા આ મહાયજ્ઞના મહત્વ વિશે ચર્ચા કરી હતી. સમગ્ર વડનગર હાલ આધ્યાત્મિકતા અને ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજાઈ

કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી યુવા સભામાં મોટી…

1 of 147

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *