(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ છે, હાલમાં અંબાજી મંદિર 13 એપ્રિલ થી ભક્તો માટે બંદ રાખવામા આવ્યું છે ત્યારે અંબાજી મંદીર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે દર્શન સરળતાથી થઈ શકે તે માટે રેમ્પ બનાવવામાં આવ્યો છે અને હવે જ્યારે મંદીર ના દ્વાર ભક્તો માટે ખુલશે ત્યારે સમગ્ર નાના મોટા લોકોને માતાજીનાં દર્શન સરળતાથી થઇ શકશે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ભક્તોની સુખાકારી માટે સરસ નિર્ણય લઈને માતાજીના વાઘ થી મંદીરના પૂજારી બેસે છે ત્યાં સુધીના ભાગને ઢાળ આપી ઉતરતો રેમ્પ વોક બનાવવામાં આવ્યો છે, જેની ઊપર ભક્તો સરળતાથી ઊભા રહી માતાજીનાં દર્શન કરી શકશે , પાછળ ઊભેલા વ્યક્તિને પણ સરસ દર્શન થઈ શકશે.
@@ પુરુષ અને સ્ત્રી વિભાગ મા રેમ્પ બનાવવામાં આવ્યો @@
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી છેલ્લા 20 દીવસ કરતા વઘુ સમયથી ભકતોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે રેમ્પ બનાવવામાં આવ્યો છે જેમા પુરુષ અને સ્ત્રી લાઈનમાં બંને તરફ ઊભેલા લોકોને માતાજીનાં દર્શન સરળતાથી થઈ શક્શે.