મહેસાણા
ભારત તિબ્બત સહયોગ મંચના મહેસાણા જિલ્લાના મહિલા અધ્યક્ષ નીતાબેન પંડ્યાએ ખાનગી શાળામાંથી દેલા પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતાં સમાજિક અને રાજકીય અગ્રણીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
નીતાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખાનગી શાળાઓમાં શિક્ષકોની લાયકાત તેમજ તેમને મળતા પગારના અભાવે શિક્ષણ સ્તર કથળતું જાય છે ત્યારે તેની સામે રાજ્યની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુ્કત શિક્ષણ મળી રહ્યું છે.વાલીઓમાં પણ ખાનગી શાળાઓમાંથી મોહભંગ થઇ રહ્યો છે.
નીતાબેન પંડ્યાએ ઉમેર્યું હતું કે સરકારી શાળામાં શિક્ષકોની લાયકાતની ઉચ્ચ ગુણવત્તા અને શિક્ષણપ્રમે થકી બાળકોને ઉજજ્વળ ભવિષ્ય આપવાની પ્રબળ ઇચ્છા થકી આજે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સરકારી શિક્ષણનું મહત્વ વધી ગયું છે. જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓમાં વધતી જતી ફી ને પણ સામાન્ય માનવી વહન કરી શકતો નથી
સરકારી પ્રાથમિક શાળામાં હવે માત્ર ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો જ નહિ પરંતુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વાલીઓના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે.આ બાળકોને ખાનગી શાળા કરતાં પણ ઉત્તમ શિક્ષણ,વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ સહિત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો અસમાન્ય વિકાસ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ભારતીય તિબ્બત સહયોગ મંચ ઇન્દ્રેશ કુમાર અને પંકજ ગોયલના નેતૃત્વમાં તિબ્બતની આઝાદી,કૈલાસ માનસરોવર મુક્તિ,ચીન ઉત્પાદનનો બહિષ્કાર સહિત ભારતની સુરક્ષા માટે કાર્ય કરે છે.
ભારતીય તિબ્બત સહયોગ મંચ મહેસાણા જિલ્લાના મહિલા અધ્યક્ષ નીતાબેન પંડ્યાએ તેમના બંન્ને બાળકો જયદત્ત અને આરૂષીને દેલા ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવી સમાજિક અને રાજકીય અગ્રણીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો જોવા મળ્યો